ગોધરા : સિવિલ હોસ્પિટલ કોવિડ-19 ટીમના યોધ્ધાઓને રોટરી ક્લબ-ગોધરા દ્વારા “Rotary Corona Warrior Award” થી સન્માનિત કરાયા…

ગોધરા,(પંચમહાલ)
શાહનુમા કાલુ

માનવભક્ષી એવા કોરોના વાયરસે આજે સમગ્ર વિશ્વના માનવ જીવનને હેરાન પરેશાન કરી નાંખ્યો છે, આજદિન સુધી કોરોના વાયરસના જાનલેવા ભરડામાં લાખ્ખો લોકો સંક્રમિત થયા છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ આજે પણ કોરોનાની કાળી પછડાઈ સમસ્ત દુનિયા પર છવાઈ રહી છે જેથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસ એટલે કે કોવિડ-19 ને વિશ્વ મહામારી તરીકે જાહેર કરેલ છે અને આ મહામારીથી બચવા WHO દ્વારા સામાજિક અંતર તેમજ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે એવી ઔસધીઓનું સેવન કરવની સલાહ આપવામાં આવી છે જેને અનુરૂપ ભારત સરકારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું અને આજે અમુક શરતોને આધીન અનલોક-૦૧ ની અમલવારી થઇ રહી છે. તેમછતાં હાલ પણ દેશના ખૂણે-ખૂણામાં કોરોનાનો કહેર યથાવત છે.

કોરોનાના કાળા કહેરની શરૂઆતથી લઈને આજદિન સુધી ભારત સહીત ગુજરાત રાજ્યના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓ, પોલીસ પ્રસાશન, સફાઈ કર્મીઓ અને અનેક સ્વયં સેવકો પોતાની જાનની પરવા કર્યા વગર આજે પણ લોકહિત ખાતર ઉભા પગે સેવા બજાવી રહ્યા છે, જેમાં પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન એવા ડો.સાગર સાહેબ, ડૉ . પિનલ ગાંધી, ડૉ.નીલાબહેન કટારા તથા ડૉ.જિગ્નેશ પરમાર સહિતના સ્ટાફની સેવાકીય કામગીરી બિરદાવવા લાયક સાબિત થઈ છે કારણ કે આજદિન સુધી પંચમહાલ જીલ્લામાં ૧૪૩ થી વધુ લોકો કોરોનાની ઝપેટ આવ્યા હતા જેમાંથી ૮૭ જેટલા લોકોનની તબિયતમાં સુધાર આવતા એટલે કે કોરોના મુક્ત થતા તેઓને જીવનદાન મળ્યું છે આ સદકાર્યમાં ડો. સાગર, ડૉ . પિનલ ગાંધી, ડૉ.નીલાબહેન કટારા તથા ડૉ.જિગ્નેશ પરમાર સહિત જીલ્લાની સમસ્ત કોવિડ-19 ટીમની અથાક મહેનતનું પરિણામ છે. માટે તેઓની આ માનવતા ભરી મહેનતને શબ્દોમાં આલેખવી મુશ્કેલ જ નહિ નામુમકીન છે. માટે આ તમામ કોરોના યોધ્ધાઓની પવિત્ર સેવાને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ગોધરા દ્વારા ગતરોજ સિવિલ સર્જન ડૉ. પીસાગર, ડૉ . પિનલ ગાંધી, ડૉ.નીલાબહેન કટારા તથા ડૉ.જિગ્નેશ પરમાર સહિત (અનુપસ્થિતિ) નું “Rotary Corona Warrior Award” થી સન્માન કરવામાં આવ્યું હતું. એ સમયે રોટરી પ્રમુખશ્રી વિનોદ ગાંધી તથા મંત્રી ડૉ.મુકેશ ચૌહાણ, રો.યાકુબભાઈ ભટુક, રો.નીરજ શાહ, રો.ભરતભાઈ મહેતા જોડાયા હતા. તેમજ રો. યાકુબભાઈ ભટુક તથા રો.ભરત મહેતાએ ડૉક્ટરો તથા મેડીકલ સ્ટાફની આવકાર દાયક સેવાઓને માન-સન્માન સહીત બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here