ગોધરા શહેરમાં આથમતા સુરજે આપી ફરીથી નિરાશા…વધુ ચાર કેસ પોઝિટીવ મળ્યા : કુલ કેસની સંખ્યા 20 અને કુલ સક્રિય કેસોની સંખ્યા 18 થઇ….

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

પોલન બજાર,ખાડી ફળિયા અને શહેરા ભાગોળનો કોરોના પ્રભાવિત વિસ્તારોમાં સમાવેશ….

પંચમહાલ જિલ્લામાં છેલા બે દિવસમાં કોરોનાનાં વધુ નવ પોઝિટીવ કેસ સામે આવતા કુલ કેસોની સંખ્યા 20 થવા પામી છે. હાલ સુધી જિલ્લામાં કુલ 18 કેસો સક્રિય છે. જ્યારે 2 વ્યક્તિઓનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. ગઈ કાલે કુલ 4 વ્યક્તિઓના કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા. ગોધરા શહેરના શહેરા ભાગોળ, અબરાર મસ્જિદ વિસ્તાર, પોલન બજાર અને ખાડી ફળિયામાંથી કોરોના સંક્રમણના કેસો મળી આવ્યા હતા. પોલન બજાર અને ખાડી ફળિયામાંથી પ્રથમ કેસ મળી આવતા શહેરના કોરોના પ્રભાવિત વિસ્તારોની સંખ્યા વધીને 9 થઈ છે. અત્યાર સુધી રબ્બાની મહોલ્લા, ભગવતનગર, અબરાર મસ્જિદ વિસ્તાર, મદની મહોલ્લા, વાવડી બુઝર્ગ, ઝુલેલાલ સોસાયટી, શહેરા ભાગોળ, પોલન બજાર અને ખાડી ફળિયા વિસ્તારોમાંથી કોરોનાના કેસ મળી આવ્યા છે. કાલે મળી આવેલ ચારેય કેસની કોન્ટેક્ટ હિસ્ટરી મેળવી સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેવા કુલ 555 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરીને તેમની દિવસમાં બે વાર આરોગ્ય તપાસ કરાઈ રહી છે.
કાલે મળી આવેલ ચારેય કેસની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી. અબરાર મસ્જિદમાંથી મળી આવેલ કોરોના પોઝિટીવ મહિલાના પતિ કોરોના સંક્રમણની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બાકીના બધા લોકલ સંક્રમણનો ભોગ બન્યા છે.

ગોધરામાં હવે શહેરના તમામ શાકભાજીવિક્રેતાઓ, કરિયાણા વિક્રેતાઓ, કેમિસ્ટોનું થર્મલ સ્કેનિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરના મોટી ઉંમર ધરાવતા વ્યક્તિઓને વધુ જોખમ હોવાથી તેમનું પણ સ્કેનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં પણ મુલાકાતીઓ અને કર્મચારીઓનું સ્ક્રિનીંગ કરીને તકેદારી રાખવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here