ગોધરા ખાતે ઓનલાઈન ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન કરાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઈચ્છુક ઉમેદવારોએ 28મી જુલાઈ સુધી અરજી કરવાની રહેશે

ગુજરાત રાજ્યમાં કેળવણી પામેલ યુવક-યુવતીઓને શૈક્ષણિક લાયકાત અનુસાર સરકારી, અર્ધસરકારી કે બિન સરકારી ખાનગી સંસ્થાઓમાં નોકરી માટે લેખિત તેમજ મૌખિક કસોટી એટલે કે ઇન્ટરવ્યુ આપવાનો હોય છે, જેની પૂર્વ તૈયારી માટે પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર વેબીનારના માધ્ય્મથી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા ધરાવતા યુવક-યુવતીઓએ પોતાના નામ, સરનામા, શૈક્ષણિક લાયકાત તેમજ મોબાઈલ નંબરની વિગતો તા. 28/07/2021ના સાંજે 6.00 કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, રૂમ નં. 35 પહેલો માળ-બહુમાળી ભવન-ગોધરા ખાતે અથવા મોબાઈલ નંબર 6353935657 પર વ્હોટ્સએપ કરવાનું આ યાદીમાં જણાવાયું છે. આ શિબિરનું આયોજન સંભવિતપણે ઓગસ્ટ માસમાં કરવામાં આવશે, જેમાં ગુજરાતના નિષ્ણાંત વ્યાખ્યાતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here