ગોધરા એલ.સી.બી પોલીસે કાલોલ તાલુકાના બેઢીયા ટોલનાકા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

કાલોલ,(પંચમહાલ)

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

લોકડાઉન જેવા કપરા સમયમાં સક્રિય થયેલો બુટલેગર પકડાયો

ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ. ૩૦,૦૦૦/- તથા વિેદેશી દારૂના વહન કરવા માટે ઉપયોગમાં લીધેલ સ્વીફટ ડીઝાયર કાર કિ.રૂ.૨,૫૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૨,૮૦,૦૦૦/- ના પ્રોહી ગુનાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપાયો..

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક નાઓએ અત્રેના જિલ્‍લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્‍ત નાબુદ કરવા સારૂ પોલીસ ઇન્‍સ્‍પેક્ટર ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્‍સ્‍પેક્ટર ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી મળેલ કે એક સીલ્વર કલરની સ્વીફટ ડીઝાયર કાર નંબર જી.જે. ૧૭ બી.એ. ૦૨૪૬ માં તેનો ચાલક દાહોદ તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળેલ છે અને તે અંતરીયાળ રસ્તાઓમાં થઇ બામરોલી ચોકડી ગોધરા પાસેથી હાઇવે ઉપર ચઢી હાલોલ તરફ જનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ કાલોલ તાલુકાના બેઢીયા ટોલનાકા ઉપર નાકાબંધી કરતા નાકાબંધી દરમ્યાન બાતમી મુજબની સ્વીફટ ડીઝાયર કાર નંબર જી.જે. ૧૭ બી.એ. ૦૨૪૬ આવતા તેને રોકી પાડેલ અને સ્વીફટ ડીઝાયર કાર ચાલકને પકડી પાડી તેનુ નામ ઠામ પુછતા રાજેશ ઉર્ફે લાલો અમરસિંહ ગોહીલ રહે મુળ ગામ કુમ્પાડીયા તા. હાલોલ હાલ રહે. દાવડા સ્વામીનારાયણ સોસાયટી મકાન નં. ૨૦૪ હાલોલ તા. હાલોલનો હોવાનુ જણાવેલ અને તેના કબજાની સ્વીફટ ડીઝાયર કારમાં તપાસ કરતા ભારતીય બનાવટાના વિદેશી દારૂની તથા બીયર ટીનની પેટીઓ કુલ- ૮ મળી આવેલ જેમાં નાની મોટી બોટલો નંગ- ૧૪૪ કિ.રૂ. ૩૦,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સ્વીફટ ડીઝાયર કાર નંબર જી.જે. ૧૭ બી.એ. ૦૨૪૬ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૨,૮૦,૦૦૦/- નો પ્રોહી ગુનાનો મુદ્દામાલ કબજે કરી ઉપરોકત રાજેશ ઉર્ફે લાલો અમરસિંહ ગોહીલ તથા વિદેશી દારૂનો જથ્થો આપનાર વિનોદભાઇ રૂપાભાઇ વણકર રહે. ભથવાડા તા. દેવગઢ બારીયા જી. દાહોદ નાઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here