ગોધરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો-અનુયાયીઓએ રક્તદાન કરી માનવતા લેખનમાં વધુ એક લેખ ઉમેર્યો…

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

આજના સમયમાં વિજ્ઞાને અનેક અવનવા આવિષ્કારો રચી આધુનિકતાને રોકેટની ગતિથી પણ તેજ સ્વરૂપ આપી દીધો હતો, એમાંના લગભગ આવિષ્કારો કુદરતને પડકાર આપતા હોય એમ માનવ જગતની દરેક સીમાઓને પાર કરી ગયા હતા. આ પ્રાકૃતિક આવિષ્કારોને જન્મ આપવામાં વિશ્વ ફલક પર ચીનનું નામ સૌથી મોખરે રહ્યું હતું….માટે જ આજે ચીનની સમજ વગરની ચતુરાઈઓના ભોગે સમગ્ર વિશ્વ ધરતીકંપથી પણ ભયંકર કંપન અનુભવી રહ્યું છે. દુનિયાની દરેક તરક્કીઓ કુદરતની કરામત આગળ નિસહાય દેખાઈ રહી છે અને કોરોના વાયરસ નામનો ચેપી રોગ સમસ્ત માનવ જીવન માટે શ્રાપ હોય એમ પ્રસરાઈ રહ્યો છે. જગત જમાદાર એવા અમેરિકામાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે અને હજારો લોકોના જીવ કોરોનાએ ભરખી લીધા છે, આવા કપરા સમયમાં ભારત દેશ માટે લોકડાઉન એક માત્ર વિકલ્પ છે, માટે સરકાર દરેક ભારતીયને લોકડાઉનનું પાલન કરવા તેમજ ઘરમાં રેહવા વારંવાર અનુરોધ કરતી રહે છે.

આવા સમયે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે ત્યારે બ્લડ ડોનેશનની પ્રવૃત્તિ મંદ પડતા બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જાવા પામી છે. પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં હાલના સમયમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ સગર્ભા બહેનો અને ઓપરેશન જેવા કારણોસર રોજીંદી ૫૦ યુનિટ રક્તની માંગ રહે છે. ત્યારે આવશ્યક જથ્થો જાળવવા માટે રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને રક્તદાન માટે આગળ આવવા એક અપીલ કરવામાં આવી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં રક્તની જરૂરિયાતને પહોંચી શકાય તે હેતુથી યોજાઈ રહેલા રક્તદાન કેમ્પોની શ્રેણીમાં ગોધરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો-અનુયાયીઓએ રક્તદાન કરી માનવતા લેખનમાં વધુ એક લેખ ઉમેરી દીધો હતો અને કેમ્પના અંતે 20 યુનિટથી વધુ રક્ત એકત્રિત થયું હતું. ગોધરા ના ધારાસભ્ય સીકે રાઉલજી અને ગોધરા પ્રાંત અધિકારી વિશાલ સક્સેના પણ સંતો દ્વારા કરાયેલ અનુકરણીય પહેલ પ્રસંગે હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here