ગેરકાયદેસર રીતે માટી કાઢવાના પ્રકરણમાં કાલોલમાં ખાણ ખનીજ વિભાગની ટીમે મુલાકાત લઈ માપણી કરી…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

કાલોલમાં ગત રવિવારે આઈ.પી.એસ પૂજા યાદવને મળેલ માહિતીના આધારે ગેરકાયદેસર રીતે માટી કાઢતું જે.સી.બી અને માટી ભરેલા બે ટ્રેક્ટરો શિશુમંદિર શાળા પાછળ ગોમા નદીના પટમાથી ઘોડા ગામની સીમમાંથી કાલોલ પોલીસે પકડી પાડી પોલીસ મથકે લાવી સ્ટેશન ડાયરીમાં નોધ કરી વજન કરાવતા એક ટ્રેક્ટર માં ૩.૩૭૦ ટન અને બીજા ટ્રેક્ટર માં ૪.૪૭૦ ટન માટી ભરેલ હોવાનું બહાર આવ્યું હતું. કાલોલ પોલીસે ગોધરા ખાતે ભૂસ્તરશાસ્ત્રી કચેરીને જાણ કરી હતી તેથી મંગળવારે સવારે ગોધરાની ક્ષેત્રીય કચેરીની ટીમ વધુ તપાસ માટે કાલોલ પોલીસ મથકે આવી પહોંચી હતી ત્યારબાદ પોલીસે બતાવેલ જગ્યાએ જઈને આક્ષેપિત સુનિલભાઈ બેલદારને સાથે રાખીને માટી ખનનનું પંચનામું કરી ઊંડાઈની જી.પી.એસ થી મેન્યુઅલી માપણી કરવામાં આવી હતી જેનો નકશો ખાણ ખનીજ કચેરીમાં જનરેટ થયા બાદ વિસંગતતા જણાવ્યા અનુસાર નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું ખનીજ ટીમ દ્વારા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here