કોવિડ – 2019 રોગચાળા દરમિયાન તમામ આવશ્યક સારવાર-સુવિધા અને ઈમરજન્સી મેડિકલ સેવાઓ આપવા સ્ટર્લિંગ હૉસ્પિટલ, વડોદરા 24×7 સંપૂર્ણપણે સજ્જ !!

વડોદરા,

પ્રવાસી પ્રતિનિધિ,

આપણે સૌ જાણીએ છીએ, કે વર્તમાન સમયમાં ભારત સહિત સમગ્ર વિશ્વ એક વિષમ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યું છે. કોવિડ- 2019 નામના આ રોગચાળની વ્યાપક અસર સામે ગુજરાત અને આપણું વડોદરા શહેર પણ લડી રહ્યું છે, એવા સમયે માનવસમુદાયના સ્વાસ્થ્યની સુરક્ષા અને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, વડોદરા પણ પોતાની ફરજ નિષ્ઠા અને જવાબદારી પૂર્વક નિભાવી રહ્યું છે. સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, વડોદરામાં રાબેતામુજબની તમામ આવશ્યક મેડિકલ સારવાર-સુવિધાઓ, નિષ્ણાત અને અનુભવી ડૉક્ટર્સ તથા તમામ સહાયક સુવિધાઓ ઉપલબ્ધ છે. વધુમાં આ અંગે સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, વડોદરાના ઝોનલ ડિરેકટર શ્રી અનિલકુમાર નાંબિયાર દ્વારા જણાવવામાં આવ્યું હતું,કે….

  • સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, વડોદરા કોરોના સંક્રમણ સામે લડત આપવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ માટે સતત છેલ્લા એક માસથી હૉસ્પિટલ દ્વારા તમામ પગલાંઓ, સૂચનો અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
  • હાલમાં સ્ટર્લિંગ હૉસ્પિટલ, વડોદરામાં રાબેતા મુજબની તમામ આવશ્યક મેડિકલ સારવાર-સુવિધાઓ અને નિષ્ણાત ડૉક્ટર્સ તથા સહાયક સુવિધાઓ ઉપલબ્ધ છે.
  • સ્ટર્લિંગ હૉસ્પિટલમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેમાં કોરોના સંદર્ભની સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલમાં અલગ બિલ્ડીંગમાં તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત, આ તમામ સારવાર માટે અગમચેતી રૂપે અલગ ડૉકટર્સ તથા સહાયક મેડિકલ ટીમ અલગ રાખવામાં આવી છે.
  • કોરાના સિવાયના દર્દીઓની અન્ય રાબેતા મુજબની તમામ આવશ્યક સારવાર માટે અલગ બિલ્ડીંગ માં વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારનો સંક્રમણનો ભય રહે નહી.
  • સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દર્દીની સારવારને સર્વાધિક પ્રાધાન્ય આપવામાં આવે છે, આ ઉપરાંત, સારવાર લેતા અન્ય દર્દી કે મેડિકલ સ્ટાફને કોરોનાનો ચેપ ન લાગે તે માટે સુરક્ષાના તમામ પ્રયત્નો અને પ્રોટોકોલને ખૂબ કડકપણે અને ચુસ્ત રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.
  • કોવિડ- 2019ના કેટલાક દર્દીઓમાં લક્ષણો શરૂઆતના તબક્કે જણાતા નથી, આવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિ – સ્ટાફ – દર્દીના પરિજનો કે હૉસ્પિટલ મુલાકાતીને તેનો ચેપ ન લાગે તે માટે સંપૂર્ણ તપાસ ખૂબ જ આવશ્યક હોય છે, જેની સંપૂર્ણ તકેદારી સ્ટર્લિંગ હૉસ્પિટલ, વડોદરા દ્વારા રાખવામાં આવી રહી છે.
  • રોગચાળાની આ વક્રતાને ધ્યાનમાં લેતા સ્ટર્લિંગ હ઼ૉસ્પિટલ્સ, વડોદરામાં આવનાર તમામ દર્દીઓની સંપૂર્ણ સારવાર માટે અલાયદી સુવિધાઓ, વિશેષ નિષ્ણાતો, તથા સહાયક સુવિધાઓથી 24×7 ઉપલબ્ધ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતુ, કે હાલમાં સ્ટર્લિંગ હૉસ્પિટલ, વડોદરામાં કોરોના સંક્રમિત એક દર્દી છેલ્લા બે દિવસથી સારવાર લઈ રહ્યાં છે. અલબત્ત, તેમની સારવાર નિયત પ્રોટોકોલ અનુસાર વિશેષ નિષ્ણાત ડૉક્ટર્સ અને મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સારવાર કરી રહેલા તમામ ડૉક્ટર અને મેડિકલ ટીમને અલગ રાખવામાં આવ્યા છે, જેથી અન્ય વ્યક્તિઓને તેના સંક્રમણનો ભય ન રહે. કોરોના સંક્રમણના ભયને બદલે તેની સામે સંપૂર્ણ અગમચેતી રાખવી આવશ્ક છે. વડોદરાના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ વડોદરા સદૈવ પ્રતિબદ્ધ છે. આ વિષમ સ્થિતિમાં જનતાની સ્વાસ્થ્ય સલામતી અને સારવાર અમારી સર્વાધિક પ્રાથમિકતા છે, જેનું સંપૂર્ણ પાલન કરવા અમે અને અમારી ટીમ સુસજ્જ છે.

વધુ માહિતી માટે સંપર્ક – 7623014379

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here