કોરોના માહામારીના સમયે લોકડાઉનમાં ઘરોમાં રહેતા લોકોને પીવાના પાણીની જરૂરિયાત વધી

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

નાંદોદ તાલુકાના 29 ગામોને કરજણ જળાશય યોજનાનું પીવાનું પાણી ભર ઉનાળે અપાઇ રહ્યું છે

કરજણ જળાશય યોજનાના ડાબા કાંઠા અને જમણા કાંઠા નહેર આધારિત પાણી પુરવઠા યોજના આધારિત યોજનાનો કરાવ્યો પ્રારંભ

કોરોના લોકડાઉનને મહિનો થવા આવ્યો છે અને એપ્રિલમાં ગરમીનું પ્રમાણ ક્રમશઃ વધી રહ્યું છે ત્યારે ઘરોમાં રહેતા લોકોને પીવાના પાણીની જરૂરિયાત વધવા પામી છે, ત્યારે નાંદોદ તાલુકાના 29 ગામોને કરજણ જળાશય યોજનાનું પીવાનું પાણી પુરવઠાની યોજના ભર ઉનાળે કોરોના સંકટમાં આશીર્વાદ રૂપ પુરવાર થઈ છે. હાલ નાંદોદ તાલુકાના 29 ગામોને કરજણ જળાશય યોજનાનું પીવાનું પાણી ભર ઉનાળે અપાઇ રહ્યું છે. કરજણ ડેમના નાયબ ઈજનેર એ વી મહાલના ના જણાવ્યા અનુસાર નાંદોદ તાલુકાના સુંદરપુરા, વાવડી, જીતનગર, ભીલવસી સુધીના કરજણ રિઝર્વમાં થી પાણી આપવામાં આવી રહ્યું છે. વધુમાં પાણીની નવી સ્કીમ પાણી પુરવઠા દ્વારા કરજણ જળાશય યોજનાના ડાબા કાંઠા આધારિત પીવાના પાણીની યોજના શરૂ કરાઈ રહી છે જેના ફિલ્ટ્રેશન પ્લાન્ટ તેમજ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. તે કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરવાની ધારણા છે, જેમાં આ પીવાના પીવાનું પાણી નાંદોદ તાલુકાના ડાબા કાંઠા તરોપા, આમલેથા સુધીના ગામો પીવાનું પાણી મળતું થઈ જશે. એ જ પ્રમાણે જમણા કાંઠા નહેર આધારિત નહેરમાંથી પણ પીવાના પાણી ભદામ ગામ થી તોરણા, લાછરસ, ટકારી, શહેરાવ ગામોમાં પીવાનું પાણી અપાશે ત્યાં પણ ફિલ્ટ્રેશન પ્લાન્ટ ની કામગીરી પણ ચાલી રહી છે. આ યોજનાથી બંને કેનાલો દ્વારા 15 થી 20 ગામોને પીવાનું પાણી મળતું થઈ જશે એક વર્ષમાં આ બધા ગામોમાં પીવાનું પાણી મળતું થઇ જશે. તે આ યોજના દ્વારા પ્રતિક દિવસ 3 થી 5 મિલિયન લિટર પાણી આપી શકાશે આમ કરજણ યોજના કોરોના સંકટમાં પણ આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here