કોરોના ને હરાવીને પરત ફરેલા સેલંબા ના ૬૦ વર્ષ ના વૃદ્ધનું ફૂલો થી સ્વાગત કરાયું…

સેલંબા,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ

સરકારી ગાડીમાં સેલંબા આવી પહોંચતા તેને જોવા લોકો ઉમટ્યા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ના ૬૦ વર્ષના વૃદ્ધે કોરોના ને હરાવીને આજે પરત પોતાના ઘરે ફરતા તેઓનુ ગામલોકોએ ફૂલોનો હાર પહેરાવીને સ્વાગત કર્યું. તાલીઓના ગડગડાટથી વૃદ્ધને વધાવી લીધા.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં સેલંબા ખાતે જમાદાર ફળિયામાં રહેતા અહેમદ અબ્બાસ મલેક (ઉ.વ.૬૦, સેલંબા, તાલુકા. સાગબારા) ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થવા પામ્યો હતો. આ ૬૦ વર્ષ ના વૃદ્ધ અહેમદ અબ્બાસ મલેકને તાત્કાલિક રાજપીપળા ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ૧૪ દિવસ સુધી તેઓની સારવાર બાદ તેઓનો રિપોર્ટ નેગેટીવ આવતા સેલંબા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સેલંબા ના અહેમદ અબ્બાસ મલેકને તા.૨૯/૪/૨૦૨૦ ના રોજ રાજપીપળા ખાતેથી વિદાય આપવામાં આવી હતી. અને તેઓને રાજપીપળાથી સરકારી ગાડીમાં સેલંબા ખાતે બપોરના બાર વાગ્યે આવી પહોંચ્યા હતા. સેલંબા ખાતે આ ૬૦ વર્ષીય વૃદ્ધ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવા લોકો ઉમટી પડ્યા હતા. સેલંબા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ચંદ્રકાંત લુહાર, તેમજ સભ્ય અમિતભાઈ તેમજ પંચાયતના સભ્યો તથા સાગબારા સામુહિક કેન્દ્ર ના ડોક્ટર શર્મા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર જીગ્નેશ વસાવા તેમજ ગ્રામજનો સેલંબા બજારના ચાર રસ્તે તેમના સ્વાગત માટે ઊભા હતા.
સરકારી ગાડી અહેમદ અબ્બાસ ભાઈ ને લઈ આવી પહોંચતા તેઓનું ફુલ હાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. કોરોના નો દર્દી સાજો થઈ પરત ફરતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બજારના ચાર રસ્તે તેઓનું સ્વાગત કર્યા બાદ પોતાના ઘરે એટલે જમાદાર ફળિયા માં પહોંચતા ત્યાં પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ૬૦ વર્ષના વૃદ્ધે કોરોના ને મહાત આપી પોતાના વતન પરત ફર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here