કોરોના-કોવિડ મહામારીથી મૃત્યુ થયેલ વ્યક્તિને કબ્રસ્તાનમાં દફનાવવા નહિ દો તો થઇ શકે છે કડક કાર્યવાહી : ગુ.રા.વ.બોર્ડનાં નામે પત્ર વાયરલ..

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

અવાર નવાર કુદરતને પડકાર આપનાર ચીનની અવડચંડી ભૂલોના કારણે આજે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસ પોતાનો ઈતિહાસ લેખાવતો હોય એમ રોજે-રોજ માનવજીવોનો ભોગ લઇ રહ્યો છે. જગત જમાદાર એવા અમેરિકાનાં હાલ બે હાલ થઇ ગયા છે, લાખ્ખોની સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને હજારો લોકો પોતાના જીવોથી હાથ ધોઈ બેઠા છે. આવા કપરા સમયમાં વિધિનો લેખક એવો વિધાતા શું કેહવા માંગી રહ્યો છે એ કોઈને પણ સમજાતું નથી, કોઈ પણ ધર્મને અનુશરનારો માણસ આજે લાચાર બની બેઠો છે. કારણ કે આજ દિન સુધી કોરોના વાયરસનો ઈલાજ તો દુર રહ્યો પરંતુ એને કઈ રીતે રોકવો એ પણ ચોક્કસ રીતે સમાજાયુ નથી, તેમછતાં કોરોનાનો જનેતા એટલે કે જન્મદાતા એવા ચીને જે રીતે કોરોનાનાં સંક્રમણને કાબુમાં કર્યો હતો એના અનુશરણ મુજબ ભારત સરકારે પણ સમસ્ત દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે. આ લોકડાઉનમાં ભારતીયજનોને ઘણી બધી તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે, તેમછતાં માનવ જીવનની આગળ દરેક સમસ્યા નાની છે એ વિચારએ આજે સૌ ભારતીયોને એકી સાથે સરકારની પડખે ઉભા કરી દીધા છે. આવા સમયે જો કોઈ વ્યક્તિની કોરોના-કોવિડ મહામારીથી મૃત્યુ થાય તો એની અંતિમ ક્રિયા કઈ રીતે કરવી એ ખુબજ મોટો પ્રશ્ન બની ગયો છે. કારણ કે કોરોના-કોવિડ મહામારીની દહેશત દરેક માનવ મસ્તકમાં ઘર કરી ગઈ છે દરેક માનવજીવ એના નામ માત્રથી ગભરાઈ ગયો છે, લોકના મતે કોરોના-કોવિડ વાયરસ ફેલાવવાના ઘણાબધા વિચારો છે. ભારત સરકારે આ ભયંકર વાયરસને લઇને અનેક ગાઈડલાઈનો બહાર વહેતી કરી છે અને જિલ્લા પ્રશાસન પણ લોકોના ભયથી ઉપર ઉઠી જન-જનની સાથે ઉભા રહેવાનાં અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. તેમછતાં અમુક સંકુચિત માનસિકતા ધરાવતા લોકો કોરોના-કોવિડ મહામારીને યાદગાર બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખતા…!!!

થોડા દિવસો અગાઉ એક વ્યક્તિનું કોરોના-કોવિડ મહામારીમાં મૃત્યુ થયું હતું, તે સમયે એ વ્યક્તિની અંતિમ ક્રિયા કઈ જગ્યાએ કરવી…!! અને કઈ જગ્યાએ કરવા નથી દેતા…!! આવા અનેક મેસેજો સોસીયલ મીડિયામાં વહેતા થયા હતા. ત્યાર પછી આ બાબત શાંત પડી ગઈ હતી પરંતુ ગત રોજ ફરીથી સોસીયલ મીડિયામાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડનાં નામે રાજ્યના દરેક કબ્રસ્તાનનાં ટ્રસ્ટીઓને સંબોધેલો એક પત્ર વાયરલ થયો હતો, જેને લઈને ફરીથી જો અને તો ની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.. એ પત્રમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કેહવામાં આવ્યું હતું કે…

સ્નેહી ટ્રસ્ટીશ્રી\મુતવલ્લીશ્રી…..ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગરને એવું ધ્યાને આવેલ છે કે કોરોના-કોવિડ મહામારીથી મૃત્યુ પામેલ વ્યક્તિને કબ્રસ્તાનમાં દફનવિધિ કરવા દેવામાં આવતી નથી.

આથી ગુજરાત સરકારનાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતે નોંધાયેલ છે કે નહિ નોંધાયેલ તમામ કાબ્રસ્તાન કમિટીના મુત્વલ્લીઓને જણાવવામાં આવે છે કે કોરોના-કોવિડ-૧૯ મહામારીથી મુસ્લિમ સમાજના કોઈ પણ વ્યક્તિનું અવશાન થયેલ હોય તો તેવા સંજોગોમાં તેમના ઘર\હોસ્પિટલથી નજીકનાં કોઈ પણ કબ્રસ્તાનમાં કોઈ પણ અવરોધ વિના તેની દફનવિધિ કરવા દેવી અને સંપૂર્ણ સાથ સહકાર આપવા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા મુતવલ્લી\ટ્રસ્ટી મંડળને જણાવવામાં આવે છે. જો કોઈ પણ મુતવલ્લી\ટ્રસ્ટી મંડળ દ્વારા દફનવિધિમાં સાથ સહકાર આપવામાં નહિ આવે તો વકફ સુધારા અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here