કોરોના કાળમા નર્મદાના દિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા અને તિલકવાડા ખાતે સેવાદિવસ ઉજવ્યો

રાજપીપળા,*(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલા અને તિલકવાડા સિવિલ હોસ્પીટલ ખાતે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ કર્યું વિતરણ

નર્મદાના પાંચેય તાલુકા મથકોએ હોસ્પિટલમા કરાશે ફ્રૂટ વિતરણ

કોરોના કાળમા નર્મદાના દિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને પ્રેસ ક્લબ નર્મદાએ દિવંગત પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા રાજપીપલા ખાતે સેવાદિવસ ઉજવ્યોહતો.
જેમાં રાજપીપલા સિવિલ હોસ્પીટલ ખાતે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ કર્યું વિતરણ કરાયું હતું પ્રેસ ક્લબ નર્મદાના રાજપીપલા ખાતે સિવિલ હોસ્પીટલ મા 80 થી વધુ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ વિતરણ કરી પ્રેસ ક્લબ ના ત્રણ દિવંગત પત્રકારો સ્વ. યોગેશ સોની, સ્વ. સતીશ કપ્તાન, અને યોગેશ વસાવાત્રણે સદસ્યોની સ્મૃતિમા શ્રદ્ધાંજલિના ભાગ રૂપે આજે સેવા દિવસ ઉજવી દિવંગત પત્રકાર સદસ્યો ને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગેપ્રેસ ક્લબ નર્મદા ના પ્રમુખ દીપક જગતાપ, મંત્રી આશિક પઠાણ, ઓડિટર જ્યોતિ જગતાપ અને સદસ્ય વિપુલ ડાંગીએ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ વિતરણ કરી દર્દીઓ ના ખબર અંતર પૂછી તેમને જલ્દી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તિલકવાડા ખાતે પણ વરિષ્ઠ પત્રકાર છગનભાઈ વણકર , રાજેશ ચૌહાણ દવારા ફ્રૂટ નુ વિતરણ કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમા નર્મદાના ત્રણ દિવંગત યુવા પત્રકારોના અવસાન થતાં સદગત ના માનમાં નર્મદાના કૂનબારખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રેસ ક્લબ નર્મદાના સર્વે પત્રકાર સદસ્યોએ પુષ્પાંજલિ અર્પી મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિપાઠવી હતી.
આ પ્રસંગે પ્રેસ ક્લબના ત્રણે સદ્દગત પત્રકારોની સ્મૃતિમા જિલ્લના તમામ તાલુકા મથકોએ હોસ્પિટલમા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેનાભાગ રૂપે રાજપીપલા ખાતે તેમજ તિલકવાડા ખાતે ની સિવિલ હોસ્પિટલ મા દરેક વોર્ડમા પહોંચી ફ્રૂટ અને બિસ્કિટનુ વિતરણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here