કાલોલ સર્કીટ હાઉસ સામે બાઇક ઉપર સવાર બે ઇસમોને આઇસર ટેમ્પો ચાલકે ટક્કર મારતા એકનું મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં મુજબ બુધવારે બપોરે કાલોલ સરકારી સર્કીટ હાઉસ સામે આઇસર ટેમ્પો નંબર જીજે-૨૭-વી-૭૭૦૯ ના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે આઇસર ટેમ્પો હંકારી હાલોલ તરફ જતા પ્લસર મોટરસાયકલ નંબર જીજે-૧૭-સીસી-૩૩૭૧ ના ચાલકને સામેથી ટક્કર મારી દેતા બાઈક પર સવાર બે ઈસમોને રોડ ઉપર પડી આઇસર ટેમ્પો નીચે આવી ગયા હતા જેમાં મોટરસાયકલ પર સવાર બે પૈકી બાઇક ચલાવતા નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ બારીયા ઉ.વર્ષ ૩૦ અને પાછળ બેઠેલા જગતસિંહ ગણપતસિંહ ચૌહાણ ઉ વર્ષ ૨૫ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી અને શરીર પર નાની મોટી ઈજા પહોંચી હતી બન્ને ઈજાગ્રસ્તો ને સૌ પ્રથમ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાં જગતસિંહ ગણપતસિંહ ચૌહાણ ને વધુ સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ બારીયા ઉ.વ.૩૦ ને કાલોલ રેફરલ હોસ્પિટલ ના ફરજ પરના ડોક્ટરો દ્વારા નરેન્દ્રસિંહ બારીયા ને મરણ પામેલા જાહેર કર્યા હતા અકસ્માત બાદ આઇશર ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો રોડ ઉપર મુકી નાસી ગયો હતો.જે અંગેની ફરિયાદ મોડી સાંજે કાલોલ પોલીસ મથકે દાખલ કરતા સિનિયર પીએસઆઇ જે.ડી તરાલ દ્વારા અકસ્માત કરનાર આઇસર ટેમ્પો ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.

કાલોલ રેફરલ હોસ્પિટલ અને સર્કિટ હાઉસ તથા આઈ ટી આઈ તરફ જવા માટે નો હાઈવે રોડ ઉપર નો રસ્તો અત્યંત જોખમી અને અકસ્માત ઝોન બની ગયેલ છે આ રસ્તા ઉપર રસ્તો ઓળંગતા સમયે અકસ્માત નાં ઘણા બનાવો બનેલ છે અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ રોડ ની બન્ને બાજુ સ્પીડ બ્રેકર મુકવામાં આવે તો ઘણા બધા લોકો નાં જીવ બચાવી શકાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here