કાલોલ શહેરમાં એક સોસાયટીના જમીન વિવાદને પગલે સમગ્ર વોર્ડ નંબર 4 માં અટકાવેલ ગેસલાઈનની કામગીરી પુનઃ ચાલુ કરવા રહીશોની પાલિકાને રજૂઆત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં અત્યારે વિવિધ વિસ્તારોમાં રાંધણ ગેસની પાઈપલાઇન નાખવાની અને લાઈન પર ગેસ કનેક્શન આપવાની કામગીરી ચાલુ છે. જે મધ્યે નગરના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટી પાસેના એક પ્લોટના વિવાદને પગલે ગેસ લાઇનના ઈજનેરે કામ અટકાવી દેતા ભાગ્યોદય સોસાયટીમાં આવેલા આ વિવાદિત ક્ષેત્રના આગળના ભાગમાં આવેલ ચામુંડાનગર, મંગલમુર્તિ અને જલારામનગર સોસાયટીના રહીશોએ બુધવારે પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ભાગ્યોદય સોસાયટી સ્થિત એક પ્લોટના જમીન વિવાદને કારણે તેનાથી આગળના ભાગમાં આવેલ અનેક સોસાયટીઓના રહીશોને માટે અન્યાય થયો હોવાનું જણાવ્યું હતું. તદ્ઉપરાંત પાલિકા દ્વારા ગેસલાઈનની કામગીરી અંડર ગ્રાઉન્ડ ધોરણે થતી હોવાથી વિવાદિત જમીનને કોઈ અડચણ નથી તેમ છતાં ગમે તે કારણોસર પાલિકાની યોજના અને કામગીરી અટકાવી દેવા સામે પાલિકાતંત્રએ સત્વરે સમસ્યાનો નિકાલ કરી અટકાવેલ કામગીરી પુનઃ ચાલુ કરી રજૂઆત કરતા રહીશોને ન્યાય અને ગેસ લાઈનની યોજનાનો લાભ આપવાની લોકમાંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here