કાલોલ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટીની ઉપસ્થિતિમાં લઘુમતી લોકોમાં જાગૃત અભિયાન લાવવા બેઠક યોજાઈ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ શહેરમાં કોવિડ-૧૯ નાં વધતા કેસોને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર સજાગ બની લઘુમતી કોમના લોકો ને માગૅદશૅન આપી જાગૃતતાં લાવવા કાલોલ મામલતદાર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લા નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી ની ઉપસ્થિતિ માં કાલોલ શહેરમાં આવેલી પાંચ મસ્જિદમાં શુક્રવારના દિવસે જિલ્લા તંત્ર દ્વારા બનાવેલ પાંચ ટીમો દ્વારા નિરીક્ષણ કરી કેમ્પનું આયોજન કરવા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં વધું માં વધુ લઘુમતી કોમના લોકો માં જાગૃતતા આવે અને કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન પ્રમાણે વેક્સિન લે તે માટે ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા તંત્ર દ્વારા બનાવેલ પાંચ ટીમો શુક્રવારના રોજ જાગૃતતા અભિયાન માટે માગૅદશૅન આપશે અને શનિવારના રોજ તમામ મસ્જિદ પાસે રશિ કેમ્પનું આયોજન કરવામાં આવશે. મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી અમિતા પાગીૅ, કાલોલ મામલતદાર પી.એમ.જાદવ, નાયબ મામલતદાર મનોજ મિશ્રા, નગરપાલિકાના, ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકી, તાલુકા વિકાસ અધિકારી સેજલ સંગાડા, કાલોલ મેડીકલ ઓફિસર,નગરપાલિકાના પ્રમુખ સેફાલી ઉપાધ્યા, ધમૅગુરુ, શહેર કાઉન્સીલે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here