કાલોલ : ભુખી ગામમાં મારામારીનાં બનાવના આરોપીને એક વર્ષની સજાનો હુકમ કરતી કાલોલ કોર્ટ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના મોજે ભૂખી ગામનાં ફરિયાદીની પત્ની ઉષાબેને આરોપીઓને “તમો અમારી બાજુ વાડ કેમ બાંધો છો” એમ કેહતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મા બેન સમણી ગાળો બોલી “અમે અમારી બાજુ વાડ કરેલ છે તું વચ્ચે કેમ બોલે છે” તેમ કહી ઉષાબેન ને ગડદા પાટુ નો માર મારવાં લાગેલા જેથી તેમને છોડાવા ફરિયાદી બચાવા જતાં આરોપી મહેન્દ્રસિંહ તેના હાથ માની લોખંડની પાઇપ ફરિયાદીને કપાળ માં મારી ઇજા કરી, આરોપીઓ એ એક બીજા ની મદદગારી કરી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા નો ભંગ કરી ગુનો કરેલ હોય આરોપી વિરૃધ્ધ વેજલપુર પોલિસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવાતા પોલિસ આરોપી (૧) મહેન્દ્ર સિંહ અર્જુનસિંહ (૨) રાજેશ્વરીબેન મહેન્દ્રસિંહ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ગુના ની ચાર્જ શીટ કાલોલ કોર્ટ માં દાખલ કરતા આ કેસ કાલોલ એડી. જ્યુડિ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ માં ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ રાજેશભાઇ રાઠવા ની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કાલોલ એડી. જ્યુડિ. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પી. એસ. શાહ નાઓ એ CRPC કલમ ૨૫૫ (૨) અને IPC કલમ ૩૨૩ મુજબ મહેન્દ્રસિંહ ને તકસીરવાન ઠરાવી એક વર્ષ ની સાદી કેદની સજા અને દંડ કરવાનો ચુકાદો આપ્યો છે. આમ કાલોલ પંથકમાં આવા મારા મારી ના કિસ્સા રોકવા સામે ભૂખી ગામનાં આરોપી ને કાલોલ કોર્ટ ના ન્યાયીક ચૂકદા એ સમાજ મા દાખલો બેસાડયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here