કાલોલ : ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને કાલોલ વન વિભાગના સંયુક્ત પ્રયાસથી ચલાલી ગામેથી 10ફૂટ લાંબો અજગર પકડાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામે એક વિશાળકાય અજગર પકડાયો ચલાલી ગામની સિમમાં આવેલા છૂટા છવાયા ઘરો આવેલા છે જેમાં રાજુભાઈ ઘર નજીક આવેલા ખેતરમાં અજગર જોવા મળ્યો જેને જોઈને ગામના છેવાડે રહેતા ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો કાલોલના ફોરેસ્ટરના અધિકારીએ ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ પ્રહલાદભાઇ ને જાણ કરતા તેમને સત્વરે રેસ્ક્યુ ટીમ ત્યાં મોકલી આપી હતી અને ચલાલી ગામના વન રક્ષક મોહનભાઇ ચૌહાણ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સૌના સહિયારા પ્રયાસથી ગણતરીની મિનિટોમાં અજગર નું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું જેની અંદાજિત લંબાઈ ૧૦ ફૂટ અને વજન ૨૦ કિગ્રા હોવાનું જાણવા મળ્યું હતું.

રેસ્ક્યુ ઓપરેશનમાં ટીમ લીડર અશોકભાઈ, ગૌતમભાઈ, નિર્મલભાઈ, જયેશભાઈ, મહેન્દ્રભાઈ, રણજિતભાઈ, વિપુલભાઈ, અને સુનિલભાઈએ સાથે રહી સહી સલામત રેસ્ક્યુ કરી વનવિભાગ ની ટીમ સાથે રાખી અજગર ને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here