કાલોલ તાલુકામાં બે દિવસમાં અકસ્માતના બે બનાવ પૈકી એક યુવાનનું મોત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકામાં અકસ્માતના બનાવો પૈકી ગત તા ૨૦/૧૦ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે કાલોલના મધવાસ નજીક મોટરસાયકલ ઉપર જતું પાલડી ગામ તા વાઘોડીયા રહેવાસી અને ગેટ મુવાડા તા.હાલોલની ખુશી પેકેજીંગમાં રહેતા દંપતી ની મોટરસાયકલ ને ટક્કર મારવાનો બનાવમાં કાલોલથી હાલોલ તરફ જતા એક કન્ટેનર ન.એચ આર ૩૮ એક્ષ ૬૧૧૨ ના ચાલક દ્વારા પૂરઝડપે અને ગફલત ભરી રીતે પોતાનું કન્ટેનર હંકારી મોટરસાયકલને પાછળથી ટક્કર મારી દેતા મોટરસાયકલ પર સવાર દંપતી મોટરસાયકલ સાથે રોડ પર પછડાતા નરેશભાઈ રયજીભાઈ પરમારને માથાના ભાગે તથા બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી તથા તેમના પત્ની સંગીતાબેન ને બંને પગના ભાગે ફેક્ચર થઈ ઈજાઓ પહોંચી હતી કન્ટેનર ચાલક અકસ્માત થયાનું જાણીને પોતાનું કન્ટેનર મુકીને ભાગી ગયો હતો બન્ને ને અકસ્માતના સ્થળેથી 108 મારફતે કાલોલ સરકારી દવાખાનામાં દાખલ કરેલ અને વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કરેલ જ્યાં વડોદરા ખાતે સારવાર દરમિયાન નરેશભાઈ રામજીભાઈ પરમાર ઉ. વ ૨૬ ને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ મરણ થયેલ જાહેર કરેલ જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય એક બનાવમાં તા ૧૮/૧૦ ના રોજ રાજપુતાના કંપનીમાં મેન્ટેનન્સ સુપરવાઇઝર તરીકે છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષથી નોકરી કરતા નાંદરખા તા. કાલોલ ના રહીશ દિલીપસિંહ ભલસિંહ પરમાર ઉ વ.૫૨ પોતાની મોટરસાયકલ પર સવારના ૬:૦૦ કલાકે કંપનીમાં જવા નીકળેલ ત્યારે ગોળા થી બલોલ તરફ રોડ નું કામકાજ ચાલતું હોય ડાયવર્ઝન કરેલ હતું તે સમયે એક લક્ઝરી બસ નં યું.પી એ ટી. ૨૭૮૨ નો ચાલક પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ના મોટર સાઈકલને સામેથી ટક્કર મારી દેતા દિલીપસિંહ ના જમણા પગના ઘૂંટણ ના ભાગે પગના પાની ઉપર જમણા હાથની આંગળીઓ ના ભાગે ફેક્ચર કરી ઇજાઓ કરી પોતાની બસ લઇને નાસી ગયો હતો અકસ્માતની જાણ ૧૦૮ ને કરતા ઈજાગ્રસ્તને ગોધરા સરકારી દવાખાનામાં દવા સારવાર માટે અને ત્યાંથી ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે અંગેની ફરિયાદ પુત્ર દ્વારા કાલોલ પોલીસ મથકે અપાતા પોલીસે મોટર વ્હીકલ એક્ટ સહિતની ઈપીકો કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરી ભાગી ગયેલા બસચાલક ની શોધ તેજ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here