કાલોલ તાલુકાના વેજલપુર મેઈન બજારમાં તકલાદી રોડને કારણે ગંદકીનું સામ્રાજ્ય… તપાસની માંગ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર મેઈન બજારમાં લે ભાગું કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવેલ પરંતુ આ રોડ માપ તાલ વગર બનાવવામાં આવેલ હોય સ્થાનિક રહીશો દ્વારા વપરાશ વાળું પાણી આખા રોડ ઉપર પથરાય છે અને આ પાણીને લીધે આ વિસ્તાર ના દુકાનદારો તેમજ રહેણાંક વાળા સ્થાનિકો ને ઘણી તકલીફો પડી રહેલ છે ગ્રામ પંચાયત માં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યા નું કોઈ નિરાકરણ આવતું નથી તેમજ આ રોડ કોના દ્વારા બનાવેલ છે અને કયા અધિકારી એ સર્વે કરેલ છે તે જણાવવામાં આવતું નથી આ રોડ બારોબાર કોન્ટ્રાક્ટ આપ્યા વગર બનાવેલ છે કે કેમ? જેમા કોઈ જવાબદાર અધિકારી એ મુલાકાત લીધેલ છે કે કેમ? અને આ રોડ કઈ ગ્રાન્ટ માંથી બનાવેલ છે તેની તપાસ કરવી જરૂરી છે અને વહેલી તકે આ સમસ્યા નું નિરાકરણ નહીં આવેતો આવનારા દિવસોમાં ગ્રાજનો દ્વારા એક આવેદન પત્ર આપવા આવનાર છે અને આ રોડ ની ઊચ્ચ અધિકારી દ્વારા તપાસ અને ચુકવણી કેવી રીતે કરેલ છે તેની તપાસ પણ કરવાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here