કાલોલ તાલુકાના પીંગડી મુકામે ઘી પીંગડી દૂધઉત્પાદન સહકારી મંડળીમાં કારોબારીના સભ્યમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના પીંગડી મુકામે ઘી પીંગડી દૂધઉત્પાદન સહકારી મંડળીમાં કારોબારીના સભ્યમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી માટે ની પ્રક્રિયા કરવામાં આવી હતી. પીંગળી ગામમાં આવેલ ઘી પીંગળી દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં અંદાજિત 343 ઉપરાંત સભાસદો દૂધ ભરતા હોય છે. જેમાં પીગળી, નાની પીંગળી અને હમીરપુરી એમ ત્રણ ગામના સભાસદો દૂધ ડેરીમાં દૂધ ભરતા હોય છે. જોકે અગાઉ સભાસદો દ્વારા ઘી પીંગડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી સંચાલન માટે ૧૧ સભ્યોની કારોબારીની રચના કરવામાં આવી હતી. પરંતુ આ ૧૧ સભ્યો વચ્ચે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવા માટે 3 નવેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ડેરીના સેક્રેટરી દ્વારા ૧૧ સભ્યોને સૌ પ્રથમ ચેરમેન તરીકે નિમણૂક કરવા દરખાસ્ત કરવા નું જણાવતા દરખાસ્તારો દ્વારા એક સોલંકી રાજેન્દ્રસિંહ ગણપતસિંહ અને સોલંકી વિજયસિંહ અંદરસિંહ આમ બે નામ જાહેર થતાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે સમગ્ર ચૂંટણી સ્થળ ગામના જ એક ધાર્મિક સ્થળ પર રાખવામાં આવ્યું હતું. ૧૧ સભ્યો દ્વારા મતદાન કરતા મત પેટી માંથી સોલંકી રાજેન્દ્રસિંહ ગણપતસિંહ ને – ૮ મત અને અને હાલના પીંગળી ગ્રામ પંચાયતના સરપંચ એવા સોલંકી વિજયસિંહ અંદરસિંહને માત્ર ને માત્ર – ૩ જ મળ્યા હતા. જેના કારણે બહુમતી મેળવી ચેરમેન તરીકે સોલંકી રાજેન્દ્રસિંહ ગણપતસિંહ નો વિજય થયો હતો. જ્યારે વોઇસ ચેરમેનમાં સોલંકી દક્ષાબેન રણજીતસિંહ તેમજ સોલંકી દુષ્યંતકુમાર બેચરભાઈ આમ બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી થતા વોઇસ ચેરમેન ચૂંટણી પ્રક્રિયામાં સોલંકી દક્ષાબેન રણજીતસિંહ ને – ૬ મત મળતા તેમને વોઇસ ચેરમેન તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here