કાલોલ ખાતે યોજાયેલ કોવિડ-૧૯ શિક્ષક આર્મીની તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત સાથે માર્ગદર્શન યોજાયું…

કાલોલ,(પંચમહાલ)

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

ભવિષ્યમાં મહામારીનો પ્રકોપ વધે એવા સમયમાં પ્રાથમિક શિક્ષકોએ સલામતી માટે ગ્રામ્ય કક્ષાએ પોતાની ભૂમિકા કઈ રીતે અદા કરવી એ વિશેનું માર્ગદશન પૂરૂ પાડ્યું

તારીખ ૦૫/૦૫/૨૦૨૦ થી કાલોલ ખાતે શરૂ થયેલ પાંચ દિવસની કોવિડ-૧૯ અંતર્ગતની શિક્ષક આર્મીની તાલીમમાં શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે તાલુકા પંચાયત ખાતે ચાલી રહેલ તાલીમ વર્ગની મુલાકાત લીધી હતી.તેઓએ તમામ શિક્ષકોને કોરોના મહામારીથી બચવા સલામતીના તમામ ઉપાયો તથા ભવિષ્યમાં મહામારીનો પ્રકોપ વધે એવા સમયમાં પ્રાથમિક શિક્ષકોને આ મહામારીમાં સલામતી માટે ગ્રામ્ય કક્ષાએ પોતાની ભૂમિકા કઈ રીતે અદા કરી શકાય અને આ વાયરસને વધતો અટકાવવાના ઉપાયો વિશેનું ખૂબ સુંદર માર્ગદર્શન આપેલ હતું. સદર તાલીમમાં તાલીમ આપનાર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.દોશી મેડિકલ ઓફિસર જિનલબેન સોલંકીને સતત રોજ ત્રણ બેચમાં બે તાલીમ વર્ગોમાં. તાલીમ આપવા બદલ તેમજ આ તાલીમના બન્ને વર્ગોમાં બેચ શરૂ થતાં અગાઉ તેમજ બેચ પુરી થયા બાદ તાલીમ વર્ગની તમામ બેઠક વ્યવસ્થાને રૂમ સહિત સેનીટાઇઝર કરવાની જવાબદારી સ્વીકારનાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલના અધ્યક્ષ વિનોદકુમાર અમીન અને એમની પુરી ટીમનો તથા વર્ગનું સુચારુ આયોજન કરનાર તાલુકાપ્રાથમિક શિક્ષણાધિકારી ,બી.આર.સી.ઓ અને જયદીપભાઈ વાઘેલાનો આ પ્રસંગે સર્વનો કાલોલ તાલુકા વિકાસ અધિકારી સેજલબેન સંગાડાએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો.આ તાલીમમાં તાલુકાના કુલ ૭૬૬જેટલા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here