કાલોલમાં સોશિયલ ડિસ્ટન્સ વગર વેપાર કરતા વેપારીઓ ઉપર અને માસ્ક વિના ફરતા લોકો પર પોલીસની તવાઈ.

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કોરોના વાયરસ ના સંક્રમણ ને અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે સરકારે પંચમહાલ જીલ્લા ને રેડ ઝોન માં મુકેલ અને જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલીક જીવન જરૂરી ચીજો સિવાય ની તમામ વસ્તુઓ ની ખરીદી-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તથા બહાર નીકળવા ના સમયે નાક મો ઢાંકી ને માસ્ક પહેરવા નું ફરજીયાત કરેલ છે તેમ છતાં પણ કેટલાક લોકો માસ્ક પહેરતા નથી અને વગર કારણે આંટા ફેરા મારતા જોવા મળે છે અને પોતાના અને અન્યો ના જીવ ને જોખમમાં મૂકે છે. કાલોલ પોલીસ દ્વારા છેલ્લા બે દિવસ થી કામ વગર આંટા મારતા, માસ્ક પહેર્યા વિના,ડબલ સવારી માં નીકળી જતા લોકો ઉપરાંત સોસીયલ ડિસ્ટન્સ ની જાળવણી કર્યા વગર વેપાર કરતા વેપારીઓ ઉપર પોલીસે લાલ આંખ કરી છે. લોકડાઉન-૪ માં કેટલાક નિયંત્રણો મૂકી ને શરતો ને આધીન ખોલવા ની વિચારણા સરકાર દ્વારા થઈ રહી છે ત્યારે સોસીયલ ડિસ્ટન્સ બે ગજ ની દુરી એ મુખ્ય શરત હોવાનું મનાય છે ત્યારે વેપારીઓ અને નાગરિકો ને સોસીયલ ડિસ્ટન્સ નું મહત્વ સમજાય અને લાંબા સમય સુધી લોકડાઉન માં સોસીયલ ડિસ્ટન્સ દ્વારા બજારોમાં ખરીદી થાય તે પણ આવશ્યક છે ત્યારે કાલોલ પોલીસે બજારમાં ભીડ એકત્ર કરી વેપાર કરતા વેપારીઓ સામે જાહેરનામા ના ભંગ નો કેસ દાખલ કરતા વેપારીઓ માં ગભરાટ ફેલાયો છે.વેપારીઓ દ્વારા પોતાની દુકાન માં સોસીયલ ડિસ્ટન્સ જાળવવા માટે ખાસ એક માણસને બેસાડવા સુધી ની ચર્ચાઓ જામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here