કાલોલમાં કુલ- ૫૨૬ વ્યક્તિઓ કવેરોન્ટાઈન હેઠળ, અન્ય રાજ્યોમાંથી આવેલા અને કવેરોન્ટાઈનમાં રાખેલા ૨૫ જમાતીઓનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના ૯મીએ હૈદરાબાદથી આવેલા ૧૦ જમાતીઓ, ૧૦મીએ તામિલનાડુથી આવેલા ૯ જમાતીઓ અને વેજલપુરના પંજાબથી આવેલા ૬ જમાતીઓ મળી ૨૫ જમાતીઓને આરોગ્ય તંત્રએ બે દિવસ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રાખી જરૂરી ટેસ્ટ રિપોર્ટ અનુસાર જમાતીઓના લીધેલા સેમ્પલના તમામ ટેસ્ટ નેગેટિવ આવતા સમગ્ર તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતાં તકેદારીના ભાગ રૂપે તમામ જમાતીઓને તકેદારીના ભાગ રૂપે કવેરોન્ટાઈન કરવા માટે પૈકી હૈદરાબાદથી આવેલા ૧૦ જમાતીઓને કાલોલ ની મદિના મસ્જીદમાં, તામિલનાડુથી આવેલા ૯ જમાતીઓને કાલોલ ની કાસીમાબાદ ની મસ્જીદમાં અને વેજલપુરના ૬ જમાતીઓને વેજલપુરની યુસુફી મસ્જીદમાં કવેરોન્ટાઈન હેઠળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તદ્ઉપરાંત જિલ્લા તંત્રના પ્રવાસી રિપોર્ટને આધારે કાલોલ શહેર અને તાલુકામાં આવ્યા હોય એવા અન્ય રાજ્યોમાંથી આવેલા ૩૫ વ્યક્તિઓને, અન્ય જિલ્લાઓમાંથી આવેલા ૪૮૨ અને પાછલા અઠવાડિયે હાલોલના કોરોના પોઝીટીવ દર્દીએ હાલોલની જે ખાનગી હોસ્પિટલમાં ઓપીડી સારવાર લીધી હતી તે દિવસે એ ખાનગી હોસ્પિટલમાં ઓપીડી માટે ઉપસ્થિત રહ્યા હોય અને સંપર્કમાં આવ્યા હોય એવા કાલોલ તાલુકાના બાકરોલ ,કાલોલ, ખડકી ,ખંડેવાળ ગામના નાગરિકો સહિત તાલુકાના ૯ વ્યક્તિઓને હોમ કવેરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા.

જેને પગલે કાલોલ તાલુકાના ૫૨૬ જેટલા વ્યક્તિઓને હોમ કવેરોન્ટાઈન હેઠળ રાખવા માટે તાલુકા વહીવટી અને આરોગ્ય તંત્રએ ભારે દોડધામ કરી અત્યાર સુધી કોરોનાના સંક્રમણથી આબાદ રહેલા કાલોલ તાલુકા માટે જાગૃત હોવા અંગે અસરકારક અને સરાહનીય પગલાં ભર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here