કાલોલમાંથી સોમવારે સાંજે ૩૬૬ અને મંગળવારે ૧૭૭ પરપ્રાંતીયોને યુપી જવા માટે એસ.ટી બસો મારફતે ગોધરા રેલવે સ્ટેશન સુધી રવાના કર્યા

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

દેશ ભરમાં કોરોના વાયરસની મહામારીને રોકવા માટે અમલમાં મૂકેલા લોકડાઉનને પગલે કાલોલ તાલુકાના ઈંટોના ભઠ્ઠાઓ સહિત વિવિધ કામ કરવા માટે અનેક પરપ્રાંતીયો શ્રમજીવીઓ પણ ફસાયેલા હતા. જે અંગે પાછલા અઠવાડિયે રાજ્ય સરકાર દ્વારા પર પ્રાંતિયોને તેમના પ્રાંતમાં મોકલી આપવાની જાહેરાત કરવામાં આવતા કાલોલ તંત્ર દ્વારા વતન જવા માંગતા પર પ્રાંતિયોની નોંધણી કરાવવામાં આવી હતી. જે નોંઘણી અને જિલ્લા તંત્રની વ્યવસ્થા મુજબ સોમવારે સાંજે ૩૬૬ શ્રમજીવીઓને મામલતદાર કચેરી ખાતે ખાતે એકત્રિત કરી સોશ્યિલ ડિસ્ટન્સ અનુસાર આરોગ્ય તંત્ર દ્વારા તમામ પરપ્રાંતિયોનું સ્કિનિંગ કરવામાં આવ્યું હતું. જ્યાંથી તમામ પરપ્રાંતીયોને એક એસટી બસમાં સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે ૩૦ પરપ્રાંતીયોને બેસાડીને બાર જેટલી એસ.ટી બસોમાં બેસાડીને ટ્રેનના નિયત સમય પહેલાં ગોધરા રેલવે સ્ટેશન સુધી રવાના કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા તંત્રની વ્યવસ્થા મુજબ કાલોલના તમામ પરપ્રાંતીયો માટે ફાળવવામાં આવેલી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશના કાસગંજ સ્ટેશન સુધી મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પરપ્રાંતિયો સાથે ગોધરા સુધી છોડવા માટે ગયેલા બે અધિકારીઓ જણાવ્યું હતું. તદ્ઉપરાંત મંગળવારે પણ બાકીના ૧૭૭ જેટલા પરપ્રાંતિયોની દિવસભર નોંઘણી અને આરોગ્ય તંત્ર દ્વારા સ્કિનિંગ કરી સાંજે છ ખાસ બસો મારફતે તમામ પરપ્રાંતિયોને ગોધરા રેલવે સ્ટેશન સુધી છોડી તેમના માટે ફાળવવામાં આવેલી ટ્રેનમાં તેમના માદરે વતન રવાના કરવા માટેની તજવીજ હાથ ધરી હતી. આમ બે દિવસમાં કાલોલ તાલુકાના ૫૪૩ જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓને કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે રવાના કરાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here