કાલોલની અમ્રિત વિધાલય ખાતે નવરાત્રીની ભવ્ય ઊજવણી… ટ્રેડીશનલ ડ્રેસ કોડમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબાની રમઝટ માણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે નવરાત્રી મહોત્સવ અંતર્ગત શાળાઓમાં ભણતરની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે મધ્યે શનિવારે કાલોલ ના મલાવ રોડ પર આવેલી અમ્રિત વિધાલય ખાતે વિદ્યાર્થીઓની અભિરુચી મુજબ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ટ્રસ્ટી,આચાર્ય અને વિધાર્થીઓ દ્વારા માતાજીની આરતી ઉતારીને પછી ધોરણ ૬ ના વિધાર્થીઓ ઓ દ્વારા સુંદર ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સંગીતકારો ના તાલ સાથે વિદ્યાર્થીઓ નવરાત્રી મહોત્સવને અનુરૂપ રંગબેરંગી ટ્રેડીશનલ વસ્ત્રો પરિધાન કરી અવનવા ગરબા રમવાનો આનંદ લુંટ્યો હતો. ગરબાની રમઝટના તાલે વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ ગરબા રમવાનો લ્હાવો ચુક્યા નહોતા. આમ શનિવારે સાંજે અમ્રિત વિધાલય ના પટાંગણમાં રંગબેરંગી વિદ્યાર્થીઓના રાસ ગરબાની રમઝટના તાલે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here