કાલોલનાં કાતોલ પાટીયા પાસે માતા-પુત્રીને ટક્કર મારી ટેમ્પો સ્થળ પર છોડી ચાલક ફરાર…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકાના કાતોલ પાટીયા પાસે કાતોલ ગામની મહીલા કમલાવતીદેવી કમલેશભાઈ યાદવ પોતાની છોકરી સાથે શાકભાજી લઇ પરત પોતાના ઘરે કાતોલ ચાલીને જતાં હતા. આ અરસામાં કાતોલ પાટીયા પાસે રસ્તો ક્રોસ કરતા હાલોલ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતાં ચાલકના ટેમ્પાની ટક્કર લાગતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં કમલાદેવી ને ડાબા પગે સાથળના ભાગે ઇજા પહોંચી તેમજ કમલાદેવી ની છોકરી ને ડાબા હાથની કોણી એ ઇજા થઈ હતી. ટેમ્પા ચાલકે ટેમ્પો સ્થળ પર છોડી નાશી છુટયો હતો. બનાવની જાણ રોડ પરથી પસાર થતાં રાહદારીએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ મારફતે કાલોલ સરકારી દવાખાના મા પ્રાથમિક સારવાર કરાવી ત્યારબાદ વધુ સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કરેલ જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે શુક્રવારના રોજ નોંધાવતા પોલીસે ટેમ્પા નંબર આર.જે-૦૩ જી.એ.-૫૧૫૨ ના ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here