હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે ઇદે મિલાદુન્નબી ના પર્વ ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

ગતરોજ મુસ્લિમ કેલેન્ડર મુજબ માહે નબિઉન નૂર એટલે કે ઇદે મિલાદુન્નબી ના 12 દિવસ પૂરા થતા બારમા ચાંદ અને તા:29/09/2023 શુક્રવારના રોઝ હાલોલ પોલીસ ના ખડેપગે ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ માહોલ માં ઇદે મિલાદુન્નબી ના ઝુલુસ નું સમાપન થયું લોકો વહેલી સવાર થીજ પોતાના ઘરોમાં થી નીકળી ને પયગંબર મોહમ્મદ સાહેબ ના ઝુલુસ માં જોડાયા હતા તથા ગલી ગલી સજ ગઈ શહેર શહેર સાજ ગયા અને પત્તી પત્તી ફૂલ ફૂલ યા રસૂલ યા રસૂલ જેવા ઇસ્લામિક નારાઓ સાથે બાસ્કા ની શેરીઓ નો માહોલ સર્જાયો હતો આખા ગામ બાસ્કા ની જે પણ ગલી માંથી આ ઝુલુસ નીકળતું હતું ત્યારે ઘર માલિકો દ્વારા પગપાળા ચાલી રહેલા પેગંબર મોહમ્મદ સાહેબના અનુયાયો અને તેઓના ચાહકો ને ચોકલેટ તો બિસ્કીટો કેક દૂધ કોલ્ડીંગ આઈસ્ક્રીમ પેસ્ટ્રી જેવી ખાવા પીવાની ચીજ વસ્તુઓ તકસિમ કરવામાં આવી હતી લોકો એ અવનવા ઇસ્લામિક ડ્રેસ પહેરીને અને હાથ માં ઝંડા લઈને ઝુલુસ ની શોભા વધાવી હતી આ જુલુસ જનતા કોલોની માંથી શરૂ થઇને ગામ બાસ્કા ની ગલી કુંચા માં ગસ્ત કરી ને છેલ્લે નવી નગરી ખાતે આવી ને સમાપ્ત થયું હતું ત્યારબાદ ઈદે મિલ્લાંદૂન નબી કમિટી બાસ્કા દ્વારા ગામના તથા આસપાસ થી આવેલા મુસ્લિમ બિરાદરોએ આમ નીયાજ (પ્રસાદી) નો લાહવો લીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here