હળવદ માર્કેટયાર્ડ આજથી ફરી થયું ધમધમતું : મર્યાદિત ખેડૂતોને બોલાવાયા

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

બે દિવસ પહેલા વ્યવસ્થા ન જળવાતી હોવાથી માર્કેટયાર્ડને બંધ કરાયું હતું : રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો જ જણસો વેચવા આવી શકશે…

હળવદ માર્કેટ યાર્ડ આજે પુન : ધબકતું થયું છે માર્કેટયાર્ડમાં લિમિટેડ ખેડૂતોને બોલાવી પોતાની જણસોની હરાજીનો પ્રારંભ કરાયો હતો સોશિયલ ડિસ્ટન્સ જળવાય, ખેડૂતો તેમજ લોકો મો પર માસ્ક બાંધે લોકો ખોટા ટોળે ન વળે તે માટેના તમામ પ્રકારના તકેદારીના પગલા હાલ માર્કેટયાર્ડ દ્વારા લેવામાં આવી રહ્યા છે.

હળવદ માર્કેટયાર્ડમાં વ્યવસ્થાના જળવાતી હોવાને કારણે ગુરુવારે બે દિવસ માટે માર્કેટ યાર્ડમાં જાહેર હરાજી બંધ કરવાનો નિર્ણય કરાયો હતો અને જાહેર કરાયું હતું કે ખેડૂતો પોતાની જણસો વેચવા માટે પહેલા માર્કેટ યાર્ડમાં રજિસ્ટ્રેશન કરાવે બાદમાં ખેડૂતોને બોલાવવામાં આવશે જેથી આજે શનિવારે હળવદ માર્કેટ યાર્ડમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 250 ખેડૂતોને તલ અને વરિયાળી વેચવા માટે બોલાવવામાં આવ્યા છે સાથે જ આવતીકાલે અન્ય બે જણસો વેચવા માટે ખેડૂતોને બોલાવવામાં આવશે જેથી કોરોના વાઈરસને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે હેતુ સાથે માર્કેટયાર્ડ દ્વારા આવા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here