હળવદ મામલતદારએ પાન-બીડી, તમાકુની કાળા બજારીને લઈ વેપારીઓ સાથે કરી બેઠક…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

કાળા બજારી ન કરવા અપાઈ સૂચના : પાન-બીડીના હોલસેલરોને દુકાનો નિયમ મુજબ ખોલવા જણાવાયું

લોકડાઉનના ચોથા તબક્કામાં પાન-મસાલાની દુકાનોને શરતોને આધીન ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવતા બંધાણીઓ ના જીવમાં જીવ આવ્યો હતો પરંતુ બંધાણીઓ ની કઠણાઈ ઓછું થવાની નામ જ ન લેતી હોય તેમ હળવદ શહેરમાં પાન-મસાલાના હોલસેલરો મોટાભાગે દુકાનો બંધ રાખતા તબાકું,બીડી ની રીતસર ની કાળાબજારી થતી જોવા મળી હતી જેથી આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પાન-બીડીના વેપારીઓ સાથે મામલતદાર એ બેઠક યોજી નિયમ મુજબ દુકાનો ખોલવા જણાવાયુ છે અને ખાસ કરીને કાળા બજારી ન કરવા માટે પણ વેપારીઓને અપીલ કરાઇ હતી.

ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા નિયમોને આધીન પાન-મસાલાની દુકાન ખોલવા માટે મંજૂરી અપાઇ હતી જેથી બંધાણીઓ માં આનંદ છવાયો હતો પરંતુ આનંદ ત્યારે ઓછરાયો કે જ્યારે મોટાભાગની પાનની દુકાનો ખુલ્લી જ નહીં હળવદમાં પાન,બીડી તબાકું ના મોટાભાગના હોલસેલરોએ પૂરતો જથ્થો હોવા છતાં તેની સંગ્રહખોરી કરી ત્યારબાદ આ જથ્થો કાળા બજારમાં વેચવા માટે નો ખેલ શરૂ કર્યો જેને કારણે છૂટછાટ મળી હોવા છતાં પણ બંધાણીઓ ને પાન,માવા બીડી તબાકું કાળા બજારમાં જ લેવા મજબુર થવું પડતું.
સાથે જ હળવદમાં મોટાભાગની પાન,બીડી,તબાકું ના હોલસેલરો એ દુકાનો ન ખોલતાં આજે મામલતદાર કચેરી ખાતે મામલતદાર દ્વારા પાન-મસાલાના વેપારીઓ ને બોલાવી નિયમ મુજબ દુકાનો ખોલવા જણાવાયું છે જોકે હવે જોવાનું એ રહ્યું કે હોલસેલરો મામલતદાર નું માને છે..? કે પછી પોતાની મનમાની ચલાવે છે ??

હળવદમાં તબાંકુ ગાડી ભરીને આવી તેમ છતાં આજે દુકાનો ન ખુલી…?

હળવદ શહેરમાં ગઈકાલે તબાકુંની એક ગાડી ભરીને આવી હતી અને શહેરના મોટાભાગના હોલસેલરો તબાકું લઈ ગયા હતા જોકે તેમ છતાં પણ હળવદમાં આજે મોટાભાગની પાન બીડી તબાકું ના હોલસેલરોએ દુકાનો ના શટર બંધ રાખ્યા હતા જેથી લોકોમાં એક એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે હાલ અત્યારે પણ ૨૦૫ ની પ્રિન્ટ ના તબાકુંના ડબલા ના ૪૦૦ થી ૫૦૦ રૂપિયા વસૂલવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here