હળવદ : મયુરનગર અને ધનાળા ગામે ૪૩ હજાર મેટ્રિક ટન રેતીનો જથ્થો સીઝ કરાયો…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

સીઝ કરાયેલી રેતીની સોમવારે હળવદ મામલતદાર કચેરીએ જાહેર હરાજી કરાશે

હળવદ તાલુકાના મયુરનગર અને ધનાળા ગામે પસાર થતી બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી કાઢી સટ્ટાઓ કરવામાં આવ્યા હતા જે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ધ્યાને આવતા તેઓ દ્વારા આ રેતી ના સટ્ટાઓ ને સીઝ કરવામાં આવ્યા છે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ૪૩,૧૭૦ મેટ્રિક ટન રેતીનો જથ્થો સીઝ કરાયો છે સીઝ કરેલા રેતીના જથ્થાની સોમવારે હળવદ મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

હળવદ પંથકમાં થી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાંથી પાછલા ઘણા સમયથી રેતી માફિયાઓ બેફામ પણે સફેદ રેતીનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે રેતી માફિયાઓ દ્વારા બ્રાહ્મણી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી કાઢી ધનાળા અને મયુરનગર ગામની વિવિધ સર્વે નંબર ની જમીન પર ઢગલા કર્યા હતા જે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ને ધ્યાને આવતા તેઓ દ્વારા આ રેતીના સટ્ટાઓને સીઝ કરવામાં આવ્યા છે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ૪૩,૧૭૦ મેટ્રિક ટન રેતી નો જથ્થો થાય છે જેની અંદાજિત કિંમત ૫૦ લાખથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે સીઝ કરાયેલા રેતીના જથ્થાની તારીખ ૧/૬/૨૦૨૦ ના રોજ હળવદ મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here