હળવદ : મયુરનગરના લોકોને તંત્ર પરથી ભરોસો ઉઠી જતા સ્વંયમ પુલનું સમારકામ શરૂ કર્યુ…

હળવદ,

પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

છેલ્લા ચાર વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મયુરનગરના લોકો : આખરે કંટાળીને ગામ લોકોએ પોતાના સ્વખર્ચે પ્રયાસ શરૂ કર્યો.

હળવદ તાલુકના મયુરનગર ગામમાં છેલ્લાં ચાર વર્ષથી તુટેલા પુલ બાબત તંત્રને અનેક વખત રજુઆતો કરવામાં આવી પણ કોઈએ મયુરનગર ગામમાં લોકોને પડતી મુશ્કેલી ધ્યાનમાં ના આવતા આ પુલ જેમ છે એવી જ સ્થિતિ માં રહેતા અને ગામ લોકોને આ લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાની જીવન જરુરીયાતની વસ્તુઓ લેવા માટે હળવદ જવા આવવામાં ખુબ યાતના સહન કરવી પડતી હોવાથી આખરે મયુરનગર ગામનાં સરપંચ મનસુખભાઈ મકવાણા તથા આગેવાન હિતેશભાઈ મકવાણા તથા ગામનાં યુવાનો સંજયભાઈ સોનારા, હરેશભાઈ લોખીલ, રશ્વિનભાઈ ડાંગર તથા ઘર્મેન્દ્રભાઈ મકવાણા સહીતના યુવાનોએ તંત્રનાં ભરોસે ના રહીને પોતાનાં પૈસાથી તુટેલા પુલનું સમારકામ કરી રસ્તો વાહન ચાલી શકે એવો કરવા પ્રયાસ હાથ ધર્યું છે
અને વધુમાં જણાવવાનું કે આ તુટેલા પુલથી આજુબાજુના ત્રણ ગામોના સંપર્ક પણ રહેતા નથી જ્યારે આ ગામોના તમામ વહીવટ મયુરનગરમાં થાય છે ગામમાં સરકારી દવાખાનું, પોસ્ટ ઓફિસ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, હાયર સેકન્ડરી સ્કુલ, બી. એસ. એન. એલ ઓફિસ વગેરે કચેરીઓ આવેલી હોવા છતા પણ તંત્ર આંખ આડા કાન કરે છે અને લોકો છેલ્લા ચાર વર્ષથી આ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here