હળવદ : કોરોના વોરિયર્સ એવા પોલીસને ગાળો ભાંડનાર યુવાન સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઇ

હળવદ,

પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

૧૯ એપ્રિલના રોજ નંબર પ્લેટ વગરના બાઈક પર કામ વગર બહાર નીકળેલા યુવાનને પોલીસે ટપારતા પોલીસને ગાળો ભાંડી જોઈ લેવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

રાજ્યમાં લોકડાઉન દરમિયાન દિવસ રાત ખડે પગે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા પોલીસ પર હુમલો કરનાર કે પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું રાજ્યના પોલીસ વડા દ્વારા જણાવાયું હતું ત્યારે બારેક દિવસ પહેલા હળવદ હાઈવે પર વગર કામે નંબર પ્લેટ વગરના બાઇક પર નીકળેલા શખ્સને પોલીસે અટકાવતા ઉશ્કેરાયેલા યુવાને પોલીસને ગાળો ભાંડી માર મારવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ દ્વારા આ શખ્સ વિરુદ્ધ ફરજ રૂકાવટનો ગુનો નથી તેને ઝડપી લેવાયો હતો અને યુવાનને પાસા હેઠળ કાર્યવાહી કરી સુરત લાજપોર જેલમાં મોકલી અપાયો છે.
કોરોના કહેર વચ્ચે પણ ૨૪ કલાક સતત ખડેપગે રહેતા પોલીસ જવાનોનું મનોબળ તૂટે તેવું અમુક શખ્સો કામ કરતા હોય છે ત્યારે આવો જ એક બનાવ ૧૯ એપ્રિલના રોજ હળવદ હાઈવે પર બનવા પામ્યો હતો. ધોમધખતા તાપમાં પણ સતત ખડેપગે રહેતા પોલીસ જવાનોએ વગર કામે અને નંબર પ્લેટ વગરના બાઇક પર નીકળેલા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ પટેલ રહે હળવદ ને અટકાવી પૂછપરછ કરાતા આ યુવાન ઉશ્કેરાઈ ગયો હતો.
અને પોલીસ જવાનને ગાળો ભાંડી માર મારવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ દ્વારા આ શખ્સ વિરૂધ પોલીસ મથકમાં ફરજ રૂકાવટનો ગુનો નોંધી તેને ઝડપી લેવાયો હતો અને પી.આઈ સંદિપ ખાંભલા દ્વારા પાસા હેઠળની કાર્યવાહી કરી આ શખ્સને સુરત લાજપોર જેલમાં મોકલી અપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને જોઈ લેવાની ધમકી આપનારા આ યુવાનને હાલ તો પોલીસે સુરતની લાજપોરની જેલ દેખાડી દીધી છે !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here