હળવદમાં સામાજિક અંતરના અભાવ વચ્ચે પાન-માવાની દુકાને ઉમટી પડ્યા બંધાણીઓ…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

સોપારી અને તમાકુની દુકાનો પર વ્યસનીઓની લાંબી લાંબી લાઈનો સાથે ભીડના દશ્યો સર્જાયા..

રાજ્યના મુખ્યમંત્રીએ ગઈકાલે સાંજે પાન – માવાની દુકાનોને છૂટછાટ આપતા આજે વહેલી સવારથી જ હળવદના મોટાભાગના પાનના ગલ્લા ઉપર બંધાણીયો ઉમટી પડ્યા હતા અને જાણે બંધાણીઓના જીવમાં જીવ આવ્યો હોય તેમ ભીડ સાથેના દશ્યો જોવા મળ્યો હતા.

લોકડાઉનના ચોથા તબક્કામાં ૫૪ દિવસોથી પાન – માવા, બીડી સિગરેટ વગર બંધાણીઓ કાળાબજારીનો ભોગ બન્યા હતા. ઉપરાંત મોંઘાભાવે એટલે કે જેમ હાથ આવ્યા તેમ તમાકુ, માવા કે બીડીના ભાવ ચુકવવા પણ મજબૂર બન્યા હતા. ત્યારે આજે હળવદના બંધારણીઓની ધીરજ ખુટી ગઇ હોય તેમ પાનના ગલ્લાઓ પર એકાએક તૂટી પડયા હતા.

લોકડાઉનના સમયગાળા દરમિયાન પાન માવાની દુકાનો કયારે ખોલવામાં આવશે ? તેવા પ્રશ્ન સાથે આજે પાન – માવાના ગલ્લાઓને છૂટ અપાતા આજે વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારો પર આવેલ પાનના ગલ્લા પર બંધારણીયો રીતસરના ઉમટી પડયા હતા. અને પાન, માવા, સિગરેટ સહિતની વસ્તુઓ ખરીદવા જાણે હોડ લગાવી હોય તેમ નજરે પડ્યા હતા. તો સાથોસાથ ક્યાંક બંધાણીઓને મનમાં ડર છે કે જો હવે લોકડાઉન વધશે અને ફરી આવો પ્રતિબંધ મુકવામાં આવશે તો ? એવો પ્રશ્ન પણ બંધાણીયોને મનમાં સતાવી રહ્યો છે ત્યારે બંધાણીઓ આઠ- દસ દિવસના સ્ટોક સાથે પાન, માવા, સિગરેટ, બીડીના જથ્થાની ખરીદી કરવા લાઇનો લગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here