હળવદમાં સાંસદની હાજરીમાં પૂર્વ અને સીટીંગ ધારાસભ્ય જૂથની ધબધબાટી…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

શર્મનાક ઘટનાથી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા સાંસદ મહેન્દ્ર મૂંઝપરા પણ હેબતાઈ ગયા

હળવદમાં પક્ષપલટો કરી ધારાસભ્ય બનેલા પરસોતમ સાબરીયા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ કવાડિયા જૂથના ટેકેદારો હરહંમેશ એક બીજા સામે ઘૂરકિયા કરતા હોવાની ઘટના અવાર નવાર બને છે ત્યારે આજે હળવદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા સાંસદ મહેન્દ્ર મૂંઝપરાની હાજરીમાં જ સીટીંગ અને પૂર્વ ધારાસભ્યના જૂથે બધડાટી બોલાવતા સાંસદ હતપ્રભ બન્યા હતા તો બીજી તરફ ધબધબાટીને કારણે સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાં પણ નાસભાગ મચી જવા પામી હતી અને ભાજપના બે બળુકા જૂથની બઘડાટીથી સંસ્કારી પાર્ટીની આબરૂ લીલામ થઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ ધારાસભ્ય પરસોતમ સાબરીયા જ્યારથી ભાજપમાં આવ્યા છે ત્યારથી પૂર્વ રાજ્ય મંત્રી જયંતિ કવાડિયા અને ધારાસભ્ય સાબરીયાનું જૂથ હંમેશા એકબીજા સામે રહ્યું છે જ્યારે પણ જે ગ્રુપને મોકો મળે ત્યારે એક બીજા ગ્રુપ સામસામે આવી જતા હોય છે ત્યારે હળવદ તાલુકામાં એક કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો હતો જેને લઇ સુરેન્દ્રનગરના સાંસદ મુજપરા હળવદની મુલાકાતે આવ્યા હતા તેમજ હળવદમાં વિવિધ પ્રશ્નો સાંભળવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી ત્યારબાદ સંસદ સભ્ય હળવદ સરકારી હોસ્પિટલની મુલાકાત લેવા માટે ગયા હતા જ્યાં પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્યનું ગ્રુપ સામ-સામે આવી ગયું હતું અને ઉગ્ર બોલાચાલી થઈ હતી જોકે આ બોલાચાલીથી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ પણ હેબતાઈ ગયા હતા તો બીજી તરફ શહેરીજનો પણ આવા નેતાઓ સામે ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here