હળવદમાં મહિલાએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મુકી જીવન ટુકાવ્યું

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

અગમ્ય કારણસર મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત : પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી

હળવદ શહેરમાં આવેલ જોગણી માતાજીના મંદિર સામે શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી જવા પામી છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે જોકે બનાવને પગલે સાંસદ મહેન્દ્ર મુંજપરા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના ભવાની નગર વિસ્તારમાં રહેતા રસીલાબેન શશીકાંતભાઈ સાબરીયા ઉંમર વર્ષ ૩૦ ના લગ્ન એકાદ વર્ષ પહેલા હળવદમાં થયા હતા ત્યારે આજે કોઈ અગમ્ય કારણોસર હળવદ શહેરમાં આવેલ જોગણી માતાજીના મંદિર સામે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રસીલાબેનનું પિયર થાન હોય જેઓના લગ્ન હળવદના ભવાનીનગર વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા થયા હતા ત્યારે આજે કોઈ અગમ્ય કારણોસર રસીલાબેને ટ્રેન હેઠે પડતું મૂકતા પરિવાર જનોમાં પણ ગમગીની છવાઈ ગઈ છે બનાવને પગલે સાંસદ મહેન્દ્ર મુંજપરા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here