હળવદમાં પોલીસ, પત્રકાર અને આરોગ્ય કર્મીઓના સેમ્પલ લેવાયા : આવતીકાલે આવશે રિપોર્ટ

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

ગઈકાલે 28 ના સેમ્પલ લેવાયા હતા જયારે આજે પણ સેમ્પલ લેવાનું ચાલુ..

કોરોનાની મહામારીને લઈ પોલીસ, પત્રકાર અને આરોગ્ય કર્મીઓની સતત ખડેપગે જોવા મળી રહ્યા છે ત્યારે આ કોરોના વોરિયર્સ ના હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
ગઇકાલે શુક્રવારે પણ હળવદમાં થી 28 સૅમ્પલો લેવામાં આવ્યા હતા જેના રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા છે. જોકે રિપોર્ટની રાહ જોવાઇ રહી છે જ્યારે શનિવારે પણ અહીં સરકારી હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ તમામનું રિપોર્ટ ૨૪ કલાકમાં આવનાર હોવાનું આરોગ્ય કર્મીઓની દ્વારા જણાવાયું છે.
તો સાથોસાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ, તાલુકા હેલ્થ ઓફિસના અધિકારીઓ, પોલીસ વિભાગના જવાનો, નગરપાલિકાના કર્મચારીઓ અને પત્રકારોને ઈમરજન્સી સમયે સ્વરક્ષણ મળે તે માટે કિટ અર્પણ કરી સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here