હળવદમાં પાલિકા તંત્રએ કંદોઈની દુકાનો ખોલાવી 250 કિલો મીઠાઈનો નાશ કર્યો….

હળવદ,

પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

લોકડાઉનમાં અમુક વેપારીઓ છાનાખૂણે મીઠાઈનો પડતર માલ વેંચતા હોવાની ફરિયાદ સંદભે પાલિકા તંત્રએ તવાઈ ઉતારી

હળવદમાં લોકડાઉનને કારણે મીઠાઈ ફરસાણની દુકાનો બંધ હોય છતાં અમુક નફાખોર વેપારીઓ દુકાનોમાંથી છણેખૂણે મીઠાઈનો પડતર માલ વેંચતા હોવાની બુમરાણ ઉઠી હતી.જેના પગલે હળવદનું પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું.આજે હળવદ પાલિકા તંત્રએ ફરસાણ મીઠાઈની દુકાનો ખોલાવીને આ દુકાનોમાં રહેલો 250 કિલો મીઠાઈનો અખાદ્ય જથ્થો નાશ કર્યો છે અને આ કાર્યવાહી અવરીત ચાલુ રહેશે તેવો પાલિકા તંત્રએ નિર્દેશ આપ્યો હતો.

હળવદ પાલિકા તંત્રએ આજે લોકડાઉનમાં બંધ રહેલી મીઠાઈ ફરસાણની દુકાનો ઉપર તવાઈ ઉતારી હતી.જેમાં લોકડાઉનમાં ફરસાણ અને મીઠાઈની દુકાનો બંધ હોય પણ અમુક લાલચુ વેપારીઓ પોતાની મીઠાઈની દુકાનોમાં રહેલો મીઠાઈનો પડતર માલ છણેખૂણે વેંચતા હોવાની બુમરાણ ઉઠી હતી.જેના પગલે આજે હળવદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું.જેમાં હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયા તથા સેનિટેશન સ્ટાફની ટીમ દ્વારા હળવદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં આવેલી મીઠાઈ-ફરસાણની દુકાનો ખોલાવી તેનું ચેકિંગ કર્યું હતું.જેમાંથી 250 કિગ્રા જેટલો અખાદ્ય મીઠાઈ-ફરસાણનો જથ્થો માલુમ પડ્યો હતો. જે સ્થળ પર જપ્ત કરી તે જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહી ચીફ ઓફિસર સાગર રાડિયા,હરેશભાઈ રાવલ, પ્રતાપભાઈ રબારી,બીટ્ટુ ભાઇ માલિક,દશરથ ભાઇ રબારી,કુલદીપ ભાઇ પટેલ,પુલકેશ ભાઇ જોશી સાહિતનાએ કરી હતી અને આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખશે તેવો હળવદ પાલિકા તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here