હળવદમાં પાણીની પુકાર… બુંદ-બુંદ માટે વલખા મારતી મહિલાઓ…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદના ધારાસભ્ય માત્ર પાણી પુરવઠા મંત્રીને પત્ર પાઠવી સોશિયલ મિડિયામાં પુનઃ પ્રસિધિ મેળવશે કે જીઆઈડીસીના લોકોને પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાવશે..?

હળવદના વોર્ડ નંબર સાતમાં આવતાં જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા વિસ વર્ષથી પાણીની વિકટ સમસ્યા વચ્ચે ૨૫૦ જેટલા મીઠાના શ્રમિક પરીવારો જીવવા મજબુર બન્યા છે પાણી આપોના આંતરનાદ સાથે જીઆઇડીસી વિસ્તારની મહિલાઓમા આક્રોશ જોવા મળી રહ્યો છે અનેક રજુઆત સતા કોઈ પાણીયારા નેતા હજુ સુધી પાણી આપી નથીઈ શક્યા જો પાણી નહી આપવામા આવે તો ચુટણી સમયે મતદાન કરવાનો બહિષ્કાર કરવાનુ મહિલાઓએ આક્રોશ સાથે જણાવી રહી છે. આમેય અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આ પાણી માટે લાચાર મહિલાઓ બીજી ચીમકી પણ શું ઉચ્ચારી શકે..?
હળવદ પાલિકાની અણ આવડતથી પાણી વિતરણમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને તાલુકામા રણકાંઠાના ગામો સહિત શહેરી વિસ્તાર વોર્ડ નંબર સાતમા પાણી વિતરણ માં વધુ પડતા ધાંધીયા જોવા મળી રહ્યા છે. મીઠામા કામ કરતા શ્રમિકો કે જે રોજનુ લાવી રોજનું ખાવા વાળા પરીવારોને ૪૦૦ રૂપીયા આપીને પાણીનું ટેન્કર મંગાવુ પડે છે અને આ સમસ્યા એક કે બે મહિનાથી નથી પરંતુ છેલ્લા વિસ વર્ષથી ચાલી આવે છે પાણી વિના ટળવળી રહેલી મહિલા ઓ જણાવે છે કે જ્યારે ચુંટણી આવે ત્યારે બંન્ને પક્ષના નેતાઓ આ વિસ્તારમાં લોકોને પાણી આપવાની લાલચે મતો લઇ જાયછે અને તે સમયે અમને આ નેતાઓ ઉપર વિશ્વાસ પણ આવે છે કે હવે અમારી વર્ષો જુની પાણી ની સમસ્યા હલ થશે પરંતુ પાણી આપવમા નેતાઓ નપાણીયા સાબીત થયાછે પાણી માટે જો રૂપિયા ન હોય તો પાણી નું ટેન્કર ન આવે પરિણામે મહિલાઓને ધંધો છોડી એક બેડું પાણી માટે એક ત્રણ ચાર કિ.મી દુર ચાલીને જવુ પળેછે સતાધીસો માત્ર મત માટે જ આ વિસ્તારમાં ડોકાતા હોવાથી મહિલાઓ રોસે ભરાઇ છે.
ધોમધખતા તાપમા પાણીના ટીપા માટે રઝળપાટ કરતી જીઆઇડીસી વિસ્તારની મહિલાઓ હવે થાકી છે પ્રાથમિક જરુયાત પાણી અને એ પણ ન મળતા ભગવાન ભરોસે ૨૫૦ જેટલા પરીવારોના વહારે કોન આવશે ?? નેતાઓ માત્ર મત માટે જ ઉપયોગ કરતા આ પરીવારોની માંગ સંતોષસે ?? જેવા અનેક પ્રશ્ર્‌નો વચ્ચે હાલતો મહિલાઓ પાણી માટે રાહ જોઇને બેઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here