હળવદમાં નિવૃત ડ્રાઇવરને કોરોના પોઝિટીવ આવતા ૧૦ મકાનો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદમાં દંતેશ્વર દરવાજા અંદરના વિસ્તારમાં રહેતા અને સરકારી હોસ્પિટલના નિવૃત ડ્રાઇવર હતા. એવા ૬૦ વર્ષના વૃદ્ધ કોરોના બીમારીમાં સપડાતા જેને પગલે આરોગ્ય વિભાગ અને વહીવટ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારની શેરીમાં ૧૦ મકાનો ૨૮ દિવસ માટે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી, શેરીને સીઝ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લાના હળવદના દંતેશ્વર દરવાજે રહેતા હળવદની સરકારી હોસ્પિટલમાં નિવૃત ડ્રાઇવર ૬૦ વર્ષના મહમદ હુસેન અબ્દુલ લતીફ સુમરા ગત તારીખ ૨૩/૫/ના રોજ વિરમગામ જતા કોરોનાની બિમારીમા સપડાયા હતા. જેને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવના પગલે ડીએસપી, ડીવાયએસપી, પ્રાંત અધિકારી મામલતદાર, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં દોડી ગયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આજુબાજુના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ વહીવટી તંત્ર દ્વારા ૧૦ જેટલા મકાનો અને ૪૭ જેટલા લોકોને ઘરની બહાર નહી નીકળવાની અપીલ કરી હતી. અનાજ કરિયાણું, શાકભાજી, દૂધ સહિતની આવશ્યક ચીજ વસ્તુઓ ઘેર બેઠા મળી જશે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે.
આ અંગે હળવદ મામલતદાર વી. કે. સોલંકીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દંતેશ્વર દરવાજા અંદરના વિસ્તારમાં ૬૦ વર્ષના વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારના ૧૦ જેટલા મકાનોને કન્ટેન્ટમેન્ટઝોનમાં રાખવામાં આવ્યા છે. અહીના ૪૭ લોકોને ઘરની બહાર ન જાય તેમ અપીલ કરવામાં આવી હતી અને હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ 28 દિવસ સુધી આ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here