હળવદમાં તંત્ર દ્વારા કરાયેલ રેતીની હરરાજીથી સરકારને ૩૦ લાખથી વધુની આવક…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદના ધનાળા અને મયુરનગર ગામના ખુલ્લા પટમાં બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ખનન કરવામાં આવેલી રેતીનો મસમોટો જથ્થો ખાણખનીજ વિભાગ દ્વારા ઝડપીને સીઝ કરવામાં આવ્યો હતો. આ સીઝ કરાયેલા રેતીના જથ્થાની ગત સોમવાર ના રોજ જાહેર હરાજી રાખવામાં આવી હતી. પણ રેતી ખરીદનારાઓએ કાર્ટેલ રચીને રેતીનો ભાવ ખુબ નીચો બોલતા અંતે તે દિવસે હરાજી મોકૂફ રાખવામાં આવી હતી અને શનિવારે ફરીથી હળવદ મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજી રાખવામાં આવેલ જેમાં ૨૨ ખરીદ દારોએ ભાગ લીધો હતો જેમાં જપ્ત કરાયે રેતીનો મહત્તમ ૭૦ રૂપિયા પ્રતિ મેટ્રિક ટનનો ભાવ રાખવામાં આવ્યો હતો જે ૭૪ થી ૭૬ રૂપિયા સુધી પ્રતિ મેટ્રિક ટન એ વહેચાઈ છે.
થોડા દિવસો પહેલા હળવદના ધનાળા અને મયુરનગર ગામના ખુલ્લા પ્લોટોમાંથી ખાણખનીજ વિભાગે પોલીસ તંત્રને સાથે રાખીને બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ઉસડેલી રેતીનો ૪૩,૧૭૦ મેટ્રિક ટન જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે રેતીના આ જથ્થાની આજરોજ જાહેર હરાજી કરવામાં આવેલ જેમાં રેતી ખરીદવા માટે ૨૨ ખરીદદારોઓ હાજર રહ્યા હતા.
જેમાં ખાણ ખનીજ તરફથી મહતમ પ્રતિ મેટ્રિક ટનનો ૭૦ રૂપિયા ભાવ રખાયો હતો ત્યારબાદ હાજર રહેલ રેતીના ખરીદદારોએ બોલી લગાવી હતી જેમાં ૭૪ થી ૭૬ રૂપિયા સુધી આ રેતી ખરિદદારોએ ખરીદી હતી જેથી ઝડપાયેલ રેતી નો હિસાબ કરવા જઈએ તો રાજ્ય સરકારને ૩૦ લાખથી વધુની આવક થઈ છે. આ હરાજીમાં આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંગ, મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી યુ.કે.સીંઘ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here