હળવદમાં ઓડ ઇવન પદ્ધતિ સામે વેપારીઓનો વિરોધ : રસ્તા પર ઉતર્યા

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદ મેઈન બજારના વેપારીઓ મામલતદાર અને નગરપાલિકાને રજુઆત સાથે ઓડ ઇવન પદ્ધતિ નાબૂદ કરવાની માંગ કરી

હળવદની મેઈન બજારના વેપારીઓએ આજે ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો.ખોલવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો વેપારીઓ પહેલા હળવદ નગરપાલિકા કચેરી બાદમાં મામલતદાર કચેરીએ ઘસી જઈને તંત્ર સમક્ષ એકી બેકી તારીખે દુકાનો ખોલવાના નિર્ણયને નાબૂદ કરવાની માંગ કરી હતી.
હળવદમાં લોકડાઉન-૪ દરમિયાન તમામ વેપાર ધંધાને છૂટ આપવામાં આવી છે અને હળવદ તમામ પ્રકારની દુકાનો ખોલવામાં આવી છે.પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે હળવદની બજારોમાં ભીડનું જોખમ ટાળવા માટે ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે તેથી હળવદમાં દુકાનો ઓડ ઇવન પદ્ધતિ મુજબ એકી બેકી તારીખે ખુલી હોય જેમાં એક દિવસ ધંધો ચાલુ અને બીજા, દિવસે ધંધો બંધ રહેતો હોવાથી વેપારીઓની મુશ્કેલી વધી રહી છે.આથી આજે હળવદની મેઈન બજારના વેપારીઓએ આજે ઓડ ઇવન પદ્ધતિનો વિરોધ કર્યો હતો અને આ નિર્ણય પરત ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી.વેપારીઓ પહેલા નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા. બાદમાં મામલદાર કચેરીએ દોડી જઈને ઓડ ઇવન પદ્ધતિને નાબૂદ કરવાની ઉગ્ર માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદમાં હજુ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. પણ ધાંગધ્રામાં પોઝિટિવ કેસ નોંધાયા હોય અને હળવદ તેની નજીક હોવાથી કોરોના સંક્રમિત થવાનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે. ત્યારે બજારોભીડનું જોખમ ટાળવા માટે સરકારે લાગુ કરેલી ગાઈડ લાઈનનો વેપારીઓ ચુસ્તપણે અમલ કરે તે ઘણું જરૂરી છે.
જોકે મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા નિયમ મુજબ જ દુકાનો ખોલવા જણાવાયું છે જેથી વેપારીઓ પણ કોઈ ના કહ્યામાં ન આવી આવી કપરી પરીસ્થીતી વચ્ચે તંત્રને સાથ સહકાર આપવો જોઈએ તે હિતાવહ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here