હળવદના સરા રોડ નજીક જુગારધામ પર દરોડા : નામચીન નવ શકુનીઓ ઝડપાયા

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

૧.૬૧ લાખની રોકડ, ૧૦ મોબાઈલ, ૪ મોટરસાયકલ સહિત રૂ.૨,૭૭,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો

હળવદથી ઘનશ્યામપુર જવાના રસ્તા પર સાસુ-વહુના પાળીયા પાસેની એક વાડી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીને આધારે મોરબી એલ.સી.બી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં રૂપિયા ૨.૭૭ લાખના મુદ્દામાલ સાથે નવ શખ્સોને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદથી ગોરી ઘનશ્યામપુર જવાના રસ્તા પર આવતા સાસુ વહુના પાળીયા પાસે જીગ્નેશભાઈ ભગવાનભાઈ દલવાડીની વાડીએ ચાલતા જુગાર ગામની બાતમી મોરબી એલસીબી પોલીસને મળી હતી.
જેથી પોલીસ દ્વારા જીગ્નેશ ભગવાન દલવાડીની વાડીએ દરોડો પાડવામાં આવતા જુગાર રમતા શખ્સોમા નાસભાગ મચી જવા પામી હતી અને પોલીસ દ્વારા જુગારના પટમાંથી ૧.૬૧ લાખની રોકડ ૧૦ મોબાઈલ, ૪ બાઈક સહિત પતે રમતા ૯ શખ્સો ને રૂપિયા ૨,૭૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી આરોપી જીગ્નેશભાઈ ભગવાનભાઈ દલવાડી, ભરતભાઈ નવલભાઈ ઠક્કર, હિતેશભાઈ મનસુખભાઈ પટેલ, વિરમભાઈ શીવાભાઈ હડિયલ, હરેશભાઈ દલીચંદ લોરીયા,જયેશભાઈ બચુભાઈ પટેલ, અરવિંદભાઈ ઘનશ્યામભાઈ ચાવડા, અજીત સોમાભાઈ ગોહિલ રહે તમામ હળવદ વાળા વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here