હળવદના માથક ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા એકનું મોત…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી વાહન લઇ ફરાર…

હળવદ તાલુકાના માથક ગામથી ચૂંપણી જવાના રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ પડી હોવાની ગામ ગ્રામજનોને ધ્યાને આવી હતી જેથી ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તેઓ દ્વારા તપાસ કરાતા આશરે ૪૫ વર્ષીય વ્યક્તિને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસ દ્વારા લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ મોકલી અપાઇ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામથી ચૂંપણી ગામ જવાના રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ પડી હોવાનું ગ્રામજનોને ધ્યાને આવ્યું હતું જેથી ગ્રામજનો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા, સંજયભાઈ લકુમ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરાતા આસરે ૪૫ વર્ષીય વ્યક્તિને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જોકે આ લાશ પર વાહનોના ટાયર ના નિશાનો પણ હોવાનું સામે આવ્યું છે.
હાલ તો પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિની લાશનો કબજો લઇ પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સાથે સાથે આ ૪૫ વર્ષીય વ્યક્તિ ભિક્ષુક અને અસ્થિર મગજનો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા મૃતકના સગાવહાલાઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને લાશનું પીએમ કરાવ્યા બાદ લાસ ને કોલ્ડરૂમમાં મુકવા માટે મોરબી ખસેડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈને મૃતકના સગા વાલાની સંભાળ મળે તો તેઓએ હળવદ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here