હળવદના પ્રથમ કોરોના દર્દી સ્વસ્થ થઈ જતા ગાંધી હોસ્પિટલમાંથી રજા અપાઇ…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદના દંતેશ્વર દરવાજા વિસ્તારમાં રહેતા સરકારી હોસ્પિટલના નિવૃત્ત એમ્બ્યુલન્સ ડ્રાઇવર ૬૦ વર્ષના વૃધ્ધ તારીખ 23/5ના રોજ હળવદથી વિરમગામ ગયા હતા ત્યાથી પરત આવતા ગત તારીખ 9/ 6ના રોજ કોરોના પોઝિટિવ આવતા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેઓને 10 દિવસ સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ કોરોનાના કોઈ લક્ષણોના દેખાતા હોસ્પિટલના ડોક્ટરેએ રજા આપી હતી.
મોરબી જિલ્લાના હળવદના દંતેશ્વર દરવાજા અંદર રહેતા ૬૦ વર્ષના નિવૃત્ત સરકારી હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવર મહંમદ હુસેન અબ્દુલ લતીફ સુમરા હળવદથી ગત તારીખ 23 /5 /2020ના રોજ વિરમગામ ગયા હતા ત્યાંથી પરત આવતા તેઓની તબીયત બગડતાં હળવદ સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યુ ‌હતુ. તેઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે અને નર્સિંગ સ્ટાફએ દસ દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલુ કરેલ ત્યારે આજે શુક્રવારે બપોરે રજા આપવામાં આવી હતી. આ અંગે ગાંધી હોસ્પિટલના જિલ્લા સિવિલ સર્જન ડોક્ટર હરેશભાઈ વેસેટિયન‌ને પુછતા તેવો જણાવ્યું હતું કે હળવદના ૬૦ વર્ષના મહંમદ હુસેન સુમરાને 10 દિવસથી કોરોના સારવાર ચાલુ હતી તેઓને હાલ કોરોના કોઈ લક્ષણો નહી ‌દેખાતા શુક્રવારે બપોરે રજા આપવામાં આવી હતી. તેઓ પોતાના ઘેર વઢવાણ ખાતે ખાનગી વાહનમાં જવા રવાના થયા હતા તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here