હળવદના ધનાળા પાસે કારમાં પંચર પડતા સર્જાયો અકસ્માત : ત્રણ ઘાયલ

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

આજરોજ બપોરના હળવદ તાલુકાના ધનાળા ગામના પાટિયા પાસે ખાખરેચી ગામના પરિવારને અકસ્માત નડયો હતો કારમાં પંચર પડી જતા કાર રોડ પરથી નીચે ઉતરી જતા કારમાં સવાર બે મહિલા સહિત એક પુરુષને ઈજા પહોંચી હતી જેથી જેઓને પ્રથમ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે એક મહિલા અને પુરુષ ને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ માળિયા મીયાણા ના ખાખરેચી ગામના પરેશભાઈ લક્ષ્મણભાઈ,કીર્તિબેન પરેશભાઈ અને મધુબેન રમેશભાઈ પોતાની કાર લઈ હળવદ માળીયા હાઈવે પર આવેલ ધનાળા ગામના પાટિયા પાસે પસાર થઇ રહ્યા હતા ત્યારે એકાએક કારના ટાયરમાંથી હવા નીકળી જતા કાર રસ્તા પર થી નીચે ઉતરી ગઈ હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો જેથી કારમાં સવાર ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર માટે પરેશભાઈ અને મધુબેનને મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here