હળવદના ધનાળા ગામે સીએનજી પમ્પનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરાયું લોકાર્પણ…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ધનાળા ગામના પાટીયા પાસે આવેલ અમરદિપ પેટ્રોલિયમ ખાતે અદાણી ગેસ લિમિટેડ સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરાયો હતો. જેનું શુક્રવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દ્વારા સી.એન.જી પંપનુ લોકોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે નવો સી.એન.જી પંપ કાર્યરત થતા હળવદ તાલુકા સી. એન.જી વાહન ચાલકોને અને આજુબાજુના વાહન ચાલકોને હળવદ કે મોરબી સી.એન.જી ગેસ ભરાવાની પળોજણમાંથી રાહત મળશે. આમ ધનાળા ગામે સીએનજી પમ્પનું લોકાર્પણ થતા વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ પ્રસંગે અદાણી કંપનીના જનરલ મેનેજર આર.કે સિંગ, સૌરાષ્ટ્રના અદાણી ગ્રુપના મેનેજર પ્રતિકભાઇ વેદ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ અને અમરદિપ પેટ્રોલપંપના સંચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here