હળવદના ખેડૂતોને છેલ્લા સાત દિવસથી વીજ પુરવઠો ન મળતા ભારે રોષ…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદ તાલુકાના સુખપર ફિડરમાં આવતા ગામડાઓમાં છેલ્લા સાત દિવસથી વીજ પુરવઠો ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે આજે ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા અને જવાબદાર અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.
હળવદ તાલુકાના શક્તિનગર, સુખપર સહિતના ગામડાઓમાં છેલ્લા સાત દિવસથી વીજળી ન મળતાં ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે છેલ્લા સાત દિવસથી વીજ પુરવઠો ન મળવાના કારણે પીવાના પાણી અને પશુઓને માટે પાણી તેમજ હાલ કપાસના પાકનું વાવેતર ચાલુ હોવાથી પાણીની ભારે તકલીફ પડી રહી છે જે બાબતે ખેડૂતો રજૂઆત કરવા જીઇબીની કચેરી ખાતે દોડી ગયા હતા અને જો સમયસર લાઈટ નહી મળે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ અંગે પી.જી.વી.સી.એલ.ના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ વરસાદ અને ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા બધા વીજપોલ ધરાશાયી થયા છે તેથી તાત્કાલિક પડી ગયેલા વીજ પોલ ફરી ઉભા કરવા માટેની કામગીરી પુનઃ કાર્યરત કરાઇ છે અને વહેલી તકે ખેડૂતો માટે વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here