હળવદના એસ.ટી. કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડયું…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદના બસ સ્ટેશનમાં મળી આવેલ મોબાઈલ એસ.ટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર રાજુભાઇ દવે અને પી.ડી.રબારીએ મૂળ માલિકને શોધી મોબાઈલ પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડયું છે.

આજના હળાહળ કલિયુગમાં પણ માનવતા જીવંત છે તેવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય છે ત્યારે વર્તમાન સમયમાં ઘણા પ્રામાણિકતાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે આવો જ એક પ્રામાણિકતાનો કિસ્સો છોટાકાશી તરીકે જગવિખ્યાત એવા હળવદ ગામમાં સામે આવ્યો છે જેમાં હળવદના લલિતભાઈ ઈશ્વરભાઈ દલવાડીનો મોબાઈલ ખોવાયેલ હતો. જે મોબાઈલ હળવદ એસ.ટી બસ સ્ટેશન ખાતે ટ્રાફિક કંટ્રોલર રાજુભાઇ દવે અને એસ.ટી વિભાગના કર્મચારી પી.ડી.રબારીને મળી આવ્યો હતો ત્યારે બંને નિષ્ઠાવાન કર્મચારીઓએ મૂળ માલિકને શોધવા મહેનત આદરી હતી. ત્યારે મળી આવેલ મોબાઈલ લલિતભાઈનો હોઈ તે અંગે ખાતરી કરી હતી અને મૂળ માલિકને શોધી મોબાઈલ પરત કરેલ હતો ત્યારે આ પ્રામાણિકતાના કિસ્સાની નોંધ લઈ હળવદ નગરજનોએ એસ.ટીના કર્મચારીઓને પ્રામાણિકતા બદલ સોસીયલ મીડિયાના માધ્યમ થકી બિરદાવવામાં આવ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here