હમ નહીં સુધરેંગેં : લોકડાઉનનો ભંગ કરતાં ૯ ની ધરપકડ : ૧૦ વાહનો ડીટેઈન કરાયા

હળવદ,

પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

વગર કામે લોકોને બહાર ન નીકળવા અપીલ કરતી હળવદ પોલીસ

કોરોનાનો વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં આ વાયરસને આગળ વધતો અટકાવવા લોકડાઉનને તારીખ ૩મે સુધી લંબાવવામાં આવ્યા બાદ લોકડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા લોકો પર પોલીસે કાર્યવાહી કરી હતી જેથી લોકો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો જ્યારે ૧૦ વાહનો ડીટેઈન કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના વાયરસને પગલે હળવદ પોલીસ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી લોકડાઉનલોડને ન ગણકારનારા લોકો પર કાર્યવાહી કરાઈ રહી છે આમ તો જોવા જઈએ તો જ્યારથી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારથી મોટાભાગના દિવસોમાં જાહેરનામાનો ભંગ કરતા સખ્શો ઝડપાઈ રહ્યા છે જે સિલસિલો આજે પણ યથાવત રહ્યો હતો.
પી.આઇ સંદિપ ખાંભલા, પી.એસ.આઈ. પી.જી પનારા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા બિનજરૂરી વગર કામે વાહનો લઇને ફરતા ૧૦ લોકોના વાહનો ડીટેઈન કરાયા છે જ્યારે ૯ લોકો પર જાહેરનામા ભંગનો ગુનો નોંધયો છે જેથી બિનજરૂરી બહાર ન નીકળવા પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઇ છે અને જો વગર કામે બહાર નીકળતા ઝડપાશે તો પોલીસ તેઓ પર યોગ્ય કાર્યવાહી કરશે.

વ્યસનીઓના જીવ બળી ગયાં! : બીડીનો જથ્થો ઝડપાયો

વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં વ્યસનીઓની મજબૂરીનો ફાયદો ઊઠાવી કેટલાક કાળા બજારીઓ તમાકુ,ગુટકા, બીડીની કાળા બજારી કરી રહ્યા છે ત્યારે હળવદ શહેરમાં આવેલ રુદ્ર પાર્ક સોસાયટી પાસેથી ૯૦૦ બીડી સાથે કિરણગિરી ચંદુગિરી ગોસ્વામીને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here