સ્વ. અહેમદ પટેલના પુત્ર ફેજલ પટેલે ટ્વીટ કરી સેલંબામાં ભાઈચારો કેળવવા બંને સમાજોને અપીલ કરી

સેલંબા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્યસભાના સાંસદ સ્વ. અહેમદભાઈ પટેલના પુત્ર ફેજલ પટેલે નર્મદા જિલ્લાના સેલંબા ખાતે બે કોમો વચ્ચે થયેલા કોમી ઝઘડાને પોતાના ટ્વિટટર હેન્ડલ ઉપર થી ટ્વીટ કરી સેલંબાવાસીઓને કોમી એકતા અને ભાઈચારો કેળવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે ગુજરાત અને નર્મદા જિલ્લાના તમામ ગ્રામ વાસીઓ શાંતિ અને ભાઈચારો કેળવે અને કોઈપણ પ્રકારના લાભ માટે કાવતરું કરી રહેલા કોઈપણ બ્રાહ્ય પરિબળોથી પ્રભાવિત ન થવાનો નર્મદા જિલ્લા વાસીઓને પોતાના ટ્વિટ દ્વારા જણાવ્યું છે.

આ ઉપરાંત સેલંબા ની ધમાલો અંગે જિલ્લાના સ્થાનિક વહીવટી તંત્રને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા તાત્કાલિક પોલીસના વધારાના દળો તૈનાત કરી સેલંબા ખાતે શાંતિ સ્થાપિત કરવા ની પણ અપીલ ફૈઝલ પટેલે પોતાના ટ્વિટ દ્વારા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here