સ્વીડીશ પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગે 1 મિલિયન યુરોની ઈનામી રાશિ સાથે માનવતાવાદી કાર્ય માટે એવોર્ડ જીત્યો..

17 વર્ષીય ગ્રેટાથનબર્ગ કે જે પર્યારણ માટે સ્કૂલ સ્ટ્રાઈકની સ્થાપક પણ છે તેમને માનવીય કાર્ય માટે ગુલબેન્કીયાનનો પ્રારંભિક પુરસ્કાર જીત્યો.

ન્યાયાધીશોએ તેને આપણાં સમયની સૌથી નોંધપાત્ર વ્યક્તિ ગણાવી. આ ઉપરાંત ગ્રેટા થનબર્ગ 2019 માં ટાઈમ મેગેઝીને પર્સન ઓફ ધ યર જાહેર કરી હતી તથા 2 વખત નોબલ પુરસ્કાર માટે નોમિનેટ પણ થઈ ચૂકી છે.

વધુમાં ગ્રેતાએ ટ્વીટ કરીને જાણ કરી કે, પુરસ્કાર પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત અનુભવુ છુ તથા આ પ્રસંગે ગ્રેટા થનબર્ગે જાહેરાત કરી કે તે પુરસ્કારની ઈનામી રાશી પર્યાવરણને લગતા ચેરીટેબલ કાર્યો અને તેની લડત માટે દાનમાં આપશે.

વધુમાં ગ્રેટાએ કહ્યુંએ આપણે બધા ક્લાઈમેટ કટોકટીમાં જીવી રહ્યા છીએ અને મારૂ ફાઉન્ડેશન શક્ય તેટલી ઝડપથી એક મિલિયન યુરોની તમામ ઇનામી રકમ એવી સંસ્થાઓ અને કાર્યોને સમર્થન આપવા માટે દાન કરશે જે ટકાઉ વિશ્વ માટે લડી રહ્યા છે.

આ ઉપરાંત પુરસ્કાર સંસ્થાના અધ્યક્ષ જ્યોર્જ સેમ્પયોએ યુવાનોની ક્ષમતાને બિરદાવતા કહ્યું કે પરિસ્થિતિને બદલવા માટે યુવાનોના પ્રયાસ અને સખત પરિશ્રમ તેમને આપણાં સમયના નોંધપાત્ર વ્યક્તિ બનાવે છે તથા જ્યૂરીએ પણ ગ્રેટાના પર્યાવરણ બચાવવા માટેના સંઘર્ષ અને પ્રયાસની પ્રશંસા કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here